________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા૨૫
૨૯૯ ઉપપાદિઉં છો. તે માર્ટિ-એ રીતિ બહુ પ્રકાર નયભંગઈ એક જ અર્થ ત્રિવિધ કહેતાં દ્રવ્ય ગુણ પર્યાયરૂપ પરખો. સ્વસમય પરસમયનો અંતર જાણી હૃદયનઈ વિષઈ હરખો, પરમાર્થ-જ્ઞાન યશ પામીનઈ. | ૮-રપ |
એને સંગત કર્યા છે એ રૂપે જાણવું. આ રીતે બહુપ્રકારે નયભંગ દ્વારા પ્રત્યેક પદાર્થને ત્રિવિધ = દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ પરખો. એ પરખવાથી = જુદા જુદા નયની દૃષ્ટિએ પરીક્ષા કરીને નિશ્ચય કરવાથી સ્વસમયનું અને પરસમયનું = શ્રી જૈનશાસનના સિદ્ધાન્તોનું અને તદન્ય ન્યાયદર્શન વગેરેના સિદ્ધાન્તોનું અંતર જાણવા મળે છે. આ અંતરને જાણવાથી હૃદયને વિશે અપૂર્વ હર્ષસાગર હિલોળા લે છે. કારણ કે પદાર્થના સ્વરૂપને જણાવવામાં જૈનદર્શનના ગ્રન્થો સાગર જેવા ભાસે છે તો અન્ય દર્શનના ગ્રન્થો છીછરા પાણીના ખાબોચિયા જેવા પણ ભાસતા નથી.... એ ગ્રન્થોમાં પ્રરૂપાયેલી એકાન્તનિત્યતા વગેરેની માન્યતાઓ યુક્તિ વિરુદ્ધ અને લોકવિરુદ્ધ હોવી સ્પષ્ટ ભાસે છે. જ્યારે જૈનદર્શનના ગ્રન્થોમાં દર્શાવેલી નિત્યાનિત્યતાની-અનેકાંતવાદની માન્યતા યુક્તિસિદ્ધ અને લોકપ્રતીતિસિદ્ધ ભાસે છે. આ અંતર જ્યારે સહૃદયતાથી જણાય છે ત્યારે શ્રી જૈનદર્શન અને તેના ગ્રન્યો. અને પરમાર્થરૂપે સ્યાદ્વાદ-અનેકાન્તવાદ પોતાને જે મળ્યા છે એનું મૂલ્ય પારસમણિથી પણ અધિક અનુભવાય છે... ને તેથી હૈયું અભૂતપૂર્વ હિલોળા લે જ એ સ્પષ્ટ છે. પરમાર્થજ્ઞાન મેળવવાનો યશ સાંપડ્યાની લાગણી પણ અપૂર્વ હર્ષજનિકા હોય જ છે. એટલે ગ્રન્થકાર કહે છે કે આવું જૈનદર્શન પામ્યા છો માટે અને પરમાર્થ-જ્ઞાન પામ્યા છો માટે હૈયામાં ખૂબ હરખાવ.
બીજીથી લઈને આઠમી સુધીની દરેક ઢાળની છેલ્લી ગાથામાં ક્રમશઃ સુજસકારિણી, સુજસવિલાસ, જસકિરતિ, જસ, જસ વિસ્તાર, જસ લો, અને સુજસ લહી... આવા શબ્દો દ્વારા ગ્રન્થકારે, ગ્રન્થકર્તા તરીકે પોતાનું નામ સૂચવ્યું છે. અને સુજસકારિણી છે વગેરે ભાવ વ્યક્ત કરવા દ્વારા તે-તે ઢાળનું અંતિમ મંગલ કર્યું છે.
તથા આ ઢાળની આ છેલ્લી ગાયામાં પરમાર્થ-સુજસ પામીને હૈયે હરખાવ. આવું કહેવા દ્વારા આખા ગ્રન્થનું મધ્યમંગળ કર્યું છે એમ સમજવું..
પ્રથમ આઠ ઢાળના આ વિવેચનમાં પરમ પવિત્ર ત્રિકાળ અબાધિત શ્રી જિનાજ્ઞાથી વિરુદ્ધ જો કાંઈ પણ આવ્યું હોય તો એનું હાર્દિક મિચ્છામિ દુક્કડ... ને બહુશ્રુતગીતાર્થ મહાત્માઓને પરિમાર્જન કરવા વિનંતી કરું છું અને આગળની ઢાળોનું વિવેચન બીજા ભાગમાં કરવાની ભાવના સાથે વિરમું છું.
પાંચમા આરામાં ચોથા આરાના સંયમની ઝાંખી કરાવનારા સુવિશુદ્ધ બ્રહ્મચારી સિદ્ધાન્ત મહોદધિ વિ. પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના જેઓ આજીવન અંતેવાસી હતા.... પોતાના સંખ્યાબંધ વ્યાખ્યાન વાચસ્પતિ શિષ્ય-પ્રશિષ્યોમાંથી જેમને એકને જ હમેશા (= ૩૫૩૫ વર્ષ સુધી) પોતાની સાથે રાખવા દ્વારા પોતાના દિલમાં આ શિષ્યનું કેવું અનુપમ સ્થાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org