________________
ઢાળરૂપ : ગાથા-૨
સમાધાન
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ મુખ્યાર્થ બાધઇ - પ્રસ્તુતમાં પણ, જો ‘ઘટ' પદની લક્ષણા કરવામાં ન આવે તો મુખ્યાર્થ બાધિત રહે છે. શક્તિથી, પરસ્પર અભેદ હોવો તો જાણી લીધો... હવે ભેદ જો જાણવામાં ન આવે તો એ અભેદ એકાન્તે માનવો પડે જે બાધિત છે તે વાત આપણે ભેદ પક્ષની દલીલોથી જોઈ ગયા છીએ. એટલે લક્ષણાથી ‘ભેદ’ અર્થને ન લેવામાં શક્યાર્થ અભેદ બાધિત થતો હોવાથી લક્ષ્યાર્થ ‘ભેદ' લેવો આવશ્યક છે.
૧૭૮
-
શંકા શસ્યાર્થસમ્બન્ધો નક્ષળા... તે તે પદનો જે શક્યાર્થ મુખ્યાર્થ હોય તેની સાથેનો સંબંધ એ લક્ષણા છે... એટલે લક્ષ્યાર્થ તરીકે આડેધડ ગમે તે પદાર્થ નથી લઈ શકાતો, પણ શક્યાર્થ સાથે સંબદ્ધ હોય એવો જ પદાર્થ લેવાનો હોય છે... ગંગાપ્રવાહને સંબદ્ધ ગંગાતીર છે... માટે લક્ષ્યાર્થ તરીકે તીર લઇ શકાય છે. એમ પ્રસ્તુતમાં અભેદને ભેદ કયા સંબંધથી સંબદ્ધ છે? કે જેથી ભેદને લક્ષ્યાર્થ તરીકે લઈ શકાય?
સમાધાન - મુખ્યાર્થ સંબંધઇ - અભેદનો ભેદ એ પ્રતિયોગી હોવાથી સ્વપ્રતિયોગિત્વ સંબંધ લઈ શકાય... અથવા દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદ અને અભેદ પરસ્પર ક્ષીરનીરવત્ અત્યંત અનુવિદ્ધ છે. એટલે આવો અનુવિદ્વત્વ (પરસ્પર અત્યંત સંકળાયેલાપણું) સંબંધ લઈ શકાય... એ સંબંધથી ભેદ, શક્યાર્થ એવા અભેદને સંબદ્ધ હોવાથી લક્ષ્યાર્થ તરીકે લઈ શકાય છે.
શંકા - જ્યારે શ્લોક બોલવાનો હોય ત્યારે તો છંદ વગેરેના કારણે શબ્દપ્રયોગો પર નિયંત્રણ હોય... પણ એ સિવાય તો વક્તા પર કોઈ એવું નિયંત્રણ હોતું નથી કે અમુક શબ્દ જ વાપરવો ને અમુક નહીં વાપરવાનો. તો ગંગાતીર પર ઘોષ છે આવું તાત્પર્ય હોય ત્યારે વક્તાએ ગંગાતી ઘોષ: આવો જ વાક્યપ્રયોગ કરવો જોઈએ ને... 'મંયાં ઘોષ' બોલવામાં તો ઘણા પ્રશ્નો છે... શ્રોતા સાંભળે... અસંગતિ વિચારે... ને પછી સંગતિ માટે લક્ષણા કરે... આવી ક્લિષ્ટ કલ્પનાઓનું વક્તાએ ગૌરવ કરવાની શી જરુર છે? શું ગંગાતીરે કોષઃ એવો વચનપ્રયોગ પોતાના તાત્પર્યને જણાવવા માટે સમર્થ નથી?
=
આવો પ્રશ્ન ઊઠે છે ને એનો જવાબ છે... વક્તાએ ગંગાના કાંઠે વાડો છે એટલું જ નથી જણાવવું... પણ જેમ ગંગાપ્રવાહમાં શૈત્ય અને પાવનત્વ છે એમ આ વાડામાં પણ એ છે... આવું પણ ભેગું જણાવવું છે... ગંગાતીરે ઘોષ: કહેવાથી એ જણાઈ શકતું નથી... માટે એ ગાયાં છોષ: એવો પ્રયોગ કરે છે. આમ અહીં જેમ ચોક્કસ પ્રયોજન છે, એમ પ્રસ્તુતમાં પણ ‘ભેદ’ને શક્તિથી જણાય છે એમ ન લેતાં લક્ષણાથી જણાય છે-એવું લેવામાં શું પ્રયોજન છે?
Jain Education International
સમાધાન તથાવિધ વ્યવહાર પ્રયોજન... પ્રસ્તુતમાં પણ ભેદને લક્ષ્યાર્થ તરીકે જ લેવામાં પ્રયોજન છે જ. ધારો કે ભેદને શક્યાર્થ તરીકે લેવામાં આવે... અને અભેદને લક્ષ્યાર્થ તરીકે લેવામાં આવે તો એ દ્રવ્યાર્થિકની દૃષ્ટિ ન રહેતાં પર્યાયાર્થિકની બની જાય...
-
For Private & Personal Use Only
www.jainelibrary.org