________________
આ સમગ્ર ગ્રંથમાં પૂજ્યશ્રીએ આગમ-ગુરુ પરંપરાથી પરિકર્મિત થયેલી પ્રજ્ઞાના-પ્રતિભાના ઉન્મેષો કેવા ભવ્ય હોય એનો આપણને સ્પષ્ટ અનુભવ કરાવ્યો છે. સપ્તભંગી અંગે, વાયુની સ્પર્શેન્દ્રિય સિવાયની ઇંદ્રિયોથી પણ ગ્રાહ્યતા અંગે, અભેદની તાદાત્મ્ય અને સાદૃશ્ય એવી દ્વિવિધતા અંગે, વ્યવહારમાન્ય વિકલ્પ પણ તત્ત્વભૂત જ છે, ભવ્ય-અભવ્યમાં અચરમાવર્તમાં પણ ઓઘશક્તિના કારણે પડતો ફરક, ભેદને વ્યાપ્યવૃત્તિ માનતા તૈયાયિકવાદનું ખંડન, શ્યામો 7 રત: અંગેની સૂક્ષ્મચર્ચા, દેવસેનાચાર્યની નયવિચારણાને પણ ન્યાય આપવા કરેલું વિશદ વિવેચન વગેરે વાતો... આ પૂર્વે આપણને આટલી સ્પષ્ટ રીતે બીજે ક્યાંય જોવા મળી નથી. એમાં પણ સપ્તભંગીની વિચારણા તો એટલી બધી ખીલી છે કે એક સ્વતંત્ર ગ્રંથરૂપ બની રહે છે.
8
પૂજ્યશ્રીનું ‘દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસ' પરનું આ વિવેચન,
* માત્ર ક્રિયારુચિવાળાને અવશ્ય જ્ઞાનરુચિ પેદા કરાવશે, * જ્ઞાનરુચિવાળાને એકાંતવાદ છોડાવશે,
* તત્ત્વજિજ્ઞાસુને તત્ત્વામૃત ભોજનની પરમતૃપ્તિ આપશે.
* વ્યવહારનયની પક્કડવાળાને નિશ્ચય તરફ જોવા પ્રેરશે,
* તો માત્ર નિશ્ચયને જ આગળ કરનારને વ્યવહારનય પર પણ પ્રેમ ઊભો કરાવશે,
* શુષ્ક અધ્યાત્મવાદીને આર્દ્ર ભક્તિયોગી પણ બનાવશે,
* સર્વત્ર જિનવચનને જ આગળ કરવાની ભાવના બધામાં પ્રદીપ્ત કરશે,
* તો જિનવચનને આગળ કરનારાઓને પણ એના ઐદંપર્યાર્થને પકડવાથી જ ખરેખર જિનવચન આગળ કર્યું કહેવાય એ વાતનો બોધ અપાવશે...
સમગ્ર વાંચન પછી અદ્ભુત-અદ્ભુતનો ઉદ્ગાર પ્રગટ કરાવતા આ ગ્રંથના વિવેચનકારને ભાવભરી વંદના. જિજ્ઞાસુવર્ગને વિનંતી કે દ્રવ્ય-ગુણ અંગે, વ્યવહાર-નિશ્ચય અંગે, ક્રિયા-અધ્યાત્મ અંગે કોઈપણ પ્રકારની પક્કડ પર આવતા પહેલાં આ વિવેચનનો તલસ્પર્શી અભ્યાસ કરવો, તથા પૂજ્યશ્રીને વિનંતી કે શ્રી સંઘને - જિજ્ઞાસુવર્ગને આપના વિવેચનોની જે અપેક્ષા રહે છે, તેને વારંવાર આવા પદાર્થો પર પ્રજ્ઞોન્મેષ પ્રેરિત કલમ ચલાવી સંતોષવાની કૃપા કરો.
જન્મવાંચન દિન સં. ૨૦૬૧ પાલિતાણા :
Jain Education International
For Private & Personal Use Only
-પં. અજિતશેખર વિજય
www.jainelibrary.org