________________
તત્ત્વાર્થસૂત્રમાં “ગુણપર્યાયવ દ્રવ્યમ્ સૂત્રમાં દ્રવ્ય, ગુણ અને પર્યાય.. એમ ત્રણનો ઉલ્લેખ છે. પ્રસ્તુત રાસ પણ દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણને સ્પર્શીને છે. બીજી બાજુ, તત્ત્વાર્થમાં જ – તથા પ્રસિદ્ધ ત્રિપદીમાં દરેક સત્ વસ્તુને ઉત્પત્તિ, વિનાશ અને ધ્રૌવ્યયુક્ત બતાવી છે. એમાં ઉત્પત્તિ અને વિનાશ પર્યાયને અપેક્ષીને છે ને ધ્રૌવ્ય મૂળદ્રવ્યને અપેક્ષીને. આમ સત્ વસ્તુના દ્રવ્ય-પર્યાયરૂપ બે જ અંશ બતાવ્યા. આવા સ્થળોએ ગુણના અસ્તિત્વની નોંધ લીધી નથી.
શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજ, મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર વગેરે શ્વેતામ્બર આમ્નાયના પૂર્વાચાર્યો વાસ્તવમાં તો દ્રવ્ય અને તેના પર્યાયો એમ બે જ અંશને સ્વીકારે છે. પર્યાયોમાંથી જ “જે સહભાવી છે તે ગુણ તરીકેની વિશેષ ઓળખને પામે છે. જેમકે સાધુમાં જ “૨૫ વિશેષ ગુણવાળા” ઉપાધ્યાય અને “૩૬ વિશેષ ગુણવાળા “આચાર્ય તરીકેની વિશેષ ઓળખ પામે છે. આમ ગુણો પણ પર્યાયરૂપ જ છે. આ વાતની ઊંડાણથી રસભર ચર્ચા કરીને પૂજ્યશ્રીએ આ મહત્ત્વના મુદાને સ્પષ્ટ કરી આપ્યો છે. વળી એક વાત એ પણ સમજવા જેવી છે કે ક્રમભાવી પર્યાયો તેવી-તેવી દ્રવ્યાદિ સામગ્રી પામી ઉત્પત્તિ-વિલય પામતા હોય છે. અર્થાત્ પર્યાયો ઉત્પત્તિ-વિનાશ યુક્ત છે. છતાં જૈનમતે તે ક્ષણિક જ હોય એવો નિયમ નથી. કેટલાક પર્યાયો દીર્ઘકાળ ટકનારા હોય છે. ત્યારે “સ્થિરતા રૂપ દ્રવ્યના લક્ષણને કથંચિત્ સ્પર્શતા હોવાથી આપેક્ષિક દ્રવ્યપણું પામે છે કે જેને અવલંબીને તેથી પણ અલ્પકાલીન પર્યાયો ઉદ્ભવ-વિનાશ પામે છે. જેમકે મનુષ્યત્વ પર્યાય અપેક્ષાએ દીર્ધકાલીન હોવાથી કથંચિત્ દ્રવ્યપણું પામે છે ને “બાળપણ” વગેરે અવસ્થાઓ એના પર્યાયરૂપે ઓળખાય છે. આ જ અનેકાંતવાદની ખૂબી છે.
પૂર્વના વિવેચનકારોએ પોતાને મળેલા પાઠોની શુદ્ધિ અંગે વિશેષ વિચાર્યા વિના એ પાઠોને સંગત કરવા આકાશમાં ખેતી કરવા જેવો જે પ્રયત્ન કર્યો છે, તેની સામે પૂજ્યશ્રીએ ગ્રંથકારના અભિપ્રાયને અનુકૂળ પાઠ કયો હોઈ શકે એ અંગે પૂર્વાપર સંબંધ, તેવા પ્રકારના આગળ-પાછળના પ્રયોગો વગેરેને ધ્યાનમાં લઈ પોતાની પ્રતિભાથી સાચો પાઠ વિચારી એ રીતે પદાર્થ બેસાડવામાં થતી સરળતા પણ બતાવી છે. જેમકે (૧) ઢાળ-૨, ગાથા-૩ ના ટબામાં પૂર્વના વિવેચનકારોએ “યુક્તિ' શબ્દ લીધો છે. પૂજ્યશ્રીએ ત્યાં “યુક્તિ” (સાનુસ્વાર) પ્રયોગ બતાવી તેની સાર્થકતા સિદ્ધ કરી છે. (૨) ઢાળ૨, ગાથા-૭ ના ટબામાં “અન્ય કારણતા' શબ્દ પકડીને અન્ય વિવેચનકારોએ અન્યકારણતા જોઈએ ? કે અનન્ય કારણતા જોઈએ ? વગેરે ઘણી મથામણ કરી છે. જ્યારે પૂજ્યશ્રીએ અન્ય અને કારણતા એ બે શબ્દોને અલગ કરીને અસંદિગ્ધ વાસ્તવિક અર્થ સૂચવ્યો છે. આ જ રીતે “અંશજ્ઞાન ન નિષ્ઠ' નું સૂચવેલ સ્થાનાંતર, જ્ઞાનનિષ્ઠના સ્થાને સૂચવેલ જ્ઞાનનિરૂપિત, નો કાયા ના સ્થાને સૂચવેલ અને માયા.. વગેરે બાબતો જાણવી. આનંદની વાત એ છે કે પૂજ્યશ્રીએ સૂચવેલ કેટલાક સુધારા તો પાછળથી પ્રાપ્ત થયેલ સંશોધિત નકલમાં પણ એ જ પ્રમાણે જોવા મળ્યા છે.
નિરર્થક વિવેચનો કરી ગ્રંથગૌરવ કરવાના લોભથી મુક્ત પૂજ્યશ્રીએ દરેક આવશ્યક મુદા અંગે પ્રશ્નો ઉઠાવી સારભૂત તત્ત્વ પર પ્રકાશ પાથર્યો છે. જેમકે દિગંબરમાન્ય તિર્યક-ઊર્ધ્વ પ્રચય, સપ્તભંગી, દિગંબર દેવસેનાચાર્યની નય વિચારણાઓ વગેરે વગેરે...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org