SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ચાગ એટલે શુ? ૧૩૮ છે. તેથી પહેલી વાત તેા એ કે, અલબ્ધભૂમિકત્વને અંતરાય કેટલાક આપોઆપ ટળશે. એ કરવામાં રહસ્ય છે એકાગ્રતા કે અનન્યતાનું; રહસ્ય છે મનને મારવાને અભ્યાસ કરવાનું. વૈરાયુક્ત જ્ઞાનથી, કે ચારિત્ર્યની ઉદાત્તતાથી, કે મન-વાંદરું કેવી રીતે કામ કરે છે તેનું પરીક્ષણ કરી કરીને તેને પટાવી લેવાના ધ્યાનથી, કે પછી ( હવે આ સૂત્રમાં કહે છે તેમ ) ઇષ્ટદેવની ભક્તિ કે પૂજાપાઠ વગેરેથી ગમે તે રીતે કામ કરવાની છૂટ છે. કામ છે કામ સાથે, કેાઈ નામ કે જીત સાથે નથી. હિંદુ ધમે માનેલી મૂર્તિ પૂજાનું રહસ્ય પણુ, ચેાગશાસ્ત્રની દૃષ્ટિએ, અહી' સ્પષ્ટ થાય છે. મૂર્તિ પૂજાનું સત્ય પૂજકના કે ભક્તના ચિત્તમાં કે તેની ભાવના અને સાધનામાં છે; કેાની શાની મૂર્તિ છે તેમાં નથી. તેથી જ પુરાણી આખ્યાયિકાઓમાં સાંભળીએ છીએ કે, એક જ મૂર્તિ એક ભક્તને રામની દેખાય ને ખીજાને કૃષ્ણની. એમાં જો ભુત-ભાવ પેસે તે તે અસત્ય અને કેવળ સંસારી જ જાળ થઈ જાય છે. જેમ કે, મંદિરના દેવાના ઝઘડા ઃ રામકૃષ્ણ કરતાં શ્રીજી મહારાજ મેટા, અને શૈવ કહેશે . સૌમાં મહાદેવ જ મહા-દેવ છે, વગેરે વગેરે. આ બધામાં જે ચેાગસૂત્રનું આ અભિમતધ્યાનનું રહસ્ય છે એ સમજીએ, તેા જ અસંખ્ય એવી અભિમત વસ્તુઓ હોવા છતાં, તે બધામાં ઝઘડા નથી એમ જણાય. કેમ કે, આ ઇષ્ટ-ધ્યાનમાં કે મૂર્તિ પૂજામાં કે ભક્તિમાં રહસ્ય કેાઈ દેવ-વિશેષ, અમુક સત્ત્વ-વિશેષ, કે અમુક પદાર્થવિશેષ નથી; રહસ્ય છે ગમે Jain Education International અતરાય-રહિત ચિત્તની શક્તિ ૧૩૯ તેમ કરીને મન-રિપુને કખજે કરવામાં. મુંડે મુંડે મતિ ભિન્ન છે, તેમ જ હૃદયે હૃદયે રુચિ ભાવ પણ ભિન્ન હાય છે. એથી જ કળા વિષે પણ જ્ઞાનક્ષેત્રની પેઠે વિવેક કરવાનુ જાગે છે. આ રુચિ જો નિર્દોષ હાય, સમાજદ્રોહી ન હાય, તે તેને જોઈતું જે અભિમત આલખન હેાય, તે લઈને ચાલવું જોઈએ. તેમાં રહય છે ચિત્તને વાળવાનુ, તે ઉપર જય મેળવવાનું. આ જય મેળવવાને માટે ઇજારાધના કામ દે છે. આમ વ્યક્તિવિશેષને આરાધનારા પણ છેવટે ઈશ્વરને આરાધતા થશે; માત્ર તેણે ચાગરત રહેવું જોઈ એ — નિત્યયુક્ત બનવું જોઈએ;— આવું કથન ગીતાકારે જે વારંવાર કયું છે, તે પણ આ સૂત્રનું જ સ્પષ્ટીકરણ કરનારું છે. ૨૩-૯-૯ ૩૩ અંતરાય-રહિત ચિત્તની શક્તિ ચિત્તને નડતા અંતરાયાને દૂર કરવાને, પેાતાને જે રીતે રુચે તે રીતે અભ્યાસ કરવે ઈ એ; તેવા અભ્યાસના પ્રકારે। કયા કયા છે તે આપણે જેયા. એ પ્રમાણે કરવાથી ચિત્તના અંતરાયા દૂર થાય, તે તેનું ફળ શું આવે તે હવે કહે છે— For Private & Personal Use Only परमाणुपरममहत्त्वान्तोऽस्य वशीकारः ।। ४० ।। – એવા પુરુષના ચિત્તની શક્તિ એવી મને છે કે, www.jhmality ag
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy