SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ યોગ એટલે શું? એ જ નામજપ અને તદર્થભાવન છે; અને એનું નામ ઈશ્વરપ્રણિધાન એમ આપણે અગાઉ જોઈ ગયા. આથી સહેજે સમજાશે કે, ઈશ્વરપ્રણિધાનથી કેમ કરતાં આપણને પિતાનું સ્વરૂપ-દર્શન થાય છેઃ દરેકના અંતઃકરણમાં વિરાજતું એવું જે પ્રત્યચેતન—પિતાનું આંતર સ્વરૂપતે જડે છે. પરમ પુરુષોત્તમનું ચિંતન ભક્ત પિતાના સાદાસીધા પુરુષભાવ દ્વારા કરે છે. હંમેશ પિતાની સરખામણીમાં તે ઈશ્વરને જોયા– જગ્યા કરે છે. તેથી જ ભકતોની ઉક્તિનો ધ્વનિ નીચેના જેવી વાણી હોય છે— - “તૂ જાદુ ઢtત હૈ તૂ ના f fમવાર ...” આ પ્રકારના ભાવના સતત સેવનથી જીવમાં અમુક ગુણે ખીલ્યું જાય છે; અંતરાયો આવે છે તેમનેય એ ઈશ્વરના પ્રસાદરૂપ જ માનીને ઓળંગી કે આઘા કરી દઈને આગળ વધે છે. ખરું પૂછે , એને અંતરાય અંતરાયરૂપે લાગતા જ નથી. એ તો પછી આવો બેફિકર બને છે भवसागर सब सूख गया है। फिकर नहीं मुझे तरननकी । જે વસ્તુને ગીતાકાર કહે છે – " सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज । વા સર્વાગ્ય: ક્ષgિrfમ માં રાજ: '' '' ૧૮, ૬ ૬ // ૧. ભોજદેવ માવનની વ્યાખ્યા કરે છે તે યાદ કરવા જેવી છે – ईश्वरस्य भावन पुनः पुनः चेतसि विनिवेशनम् एकाग्रतायाः उपायः । [ઇશ્વરનું ભાન કરવું એટલે વારંવાર તેને ચિત્તમાં પવ–બિરાજવ; એ ચિત્તની એકાગ્રતાને ઉપાય છે.]. ઈશ્વરપ્રણિધાનનું ફળ (અહીં પાપ એટલે અંતરાય એમ પણ અર્થ ઘટાવવામાં કાંઈ વાંધો નથી.) એટલે કે, એ તો કેવળ નામજપન અને ઈશ્વર-ચિંતન સમજે છે; અંતરાયો તો તેના અનુભવમાં તે રૂપે આવતા જ નથી. તેથી તેને ચિત્તનો પ્રસાદ કે પ્રસન્નતા સાચવવાને માટે સ્વતંત્ર પ્રયત્ન કરવો પડતો નથી. તે તેની ભક્તિમાં સદા-મસ્ત રહે છે. એને એથી જુદે અભ્યાસ કરવો પડતો નથી. ત્યારે અભ્યાસ-વૈરાગ્યયેગીને અંતરાયનિવારણને માટે સંકલ્પપૂર્વક અભ્યાસ કરવાનું રહે છેઃ એના અભ્યાસનું મુખ્ય સ્વરૂપ અને લક્ષ્ય જ મોટે ભાગે એ હોય છે. આથી કરીને, ભક્તના પ્રણિધાન કે સમર્પણભાવની પેઠે, અંતરાય-નિવારણ પોતે જ તેની યોગસાધનાનો એક નો વિષય બને છે. અને યોગસૂત્ર અને એક નોખા પ્રકરણ તરીકે હવે પછી ચર્ચવાને માટે લેશે પણ. સૂત્ર ૨૩થી શરૂ થઈને ઈશ્વર-વિચારનું પ્રકરણ અહીં આ ૨૯માં સૂત્રની સાથે પૂરું થાય છે. આની એથી વિશેષ ચર્ચા યોગસૂત્રમાં આવતી નથી. અંતરાય આપોઆપ ટળે, એવા ઈશ્વરપ્રણિધાનના વિશેષ ફળને લઈને કેટલીક વાર એમ મનાવવામાં આવે છે કે, તે માર્ગ સો -સરળ છે. સાચું જોતાં આ બરોબર વાત નથી. વૈરાગ્ય-કે-જ્ઞાન-યોગી પુરુષ-પ્રકૃતિના વિવેક દ્વારા કામ લે છે, અને તે વિવેક પ્રમાણે જીવન ગુજારે તો તેનેય અંતરાયનિવારણ માટેની સાધના મુશ્કેલ નથી લાગતી, તેમ જ પ્રણિધાનગી જીવ અને શિવના વિવેક દ્વારા કામ લે છે અને તેને માટે સમર્પણભાવ કેળવે છે, તેથી તેને Jain Education International For Private & Personale Only
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy