SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ ઈશ્વરપ્રણિધાનનું ફળ ઈશ્વરના નામ કે પ્રણવ મારફતે તેનું ચિંતન-મનન કરવામાં આવે તો તેનું શું ફળ થાય?- આ પ્રશ્નને ઉત્તર હવે સૂત્રકાર ચર્ચે છે. ઊલટ-પક્ષે એ પણ એમાંથી સમજવું જોઈએ કે, એ ફળ ખરેખર કોઈ કે મળતું રહેતું જણાય તો જ તે સમજવું કે, પ્રણિધાન-માર્ગમાં આપણે બરોબર ચાલીએ છીએ; નહિ તો જાણવું જોઈએ કે, પ્રણિધાનને નામે આપણે કશી ને કશી જડ નામપરસ્તી કે બુતપરસ્તીમાં પડ્યા છીએ. આવી જાતતી અંધારકુટામણીમાંથી જગતમાં ઘણી વાર પાર્થિવ લાભ હોય છે. તેથી જ તેને માટે મહેતાજીએ ટૂંકમાં કહેલું કે, એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા” કારણ કે, તે વડે આતમારામ પરિબ્રહ્મ ન .” એટલે સાચા પ્રણિધાનની કસોટી સૂત્રકાર તેના ફળનું બયાન કરવા દ્વારા આપે છે. તે સૂત્ર આ છે– ततः प्रत्यक्चेतनाधिगमोऽप्यन्तरायाभावश्च ।। २६ ।। (તેમાંથી પણ–પ્રણિધાન એટલે કે પ્રણવને જપ અને ઈશ્વરપ્રણિધાનનું ફળ તેના અર્થની ભાવના કરવામાંથી – “પ્રત્ય-1’ની પ્રાપ્તિ થાય છે અને અન્તરાય” તો મટે છે.) એટલે કે, પ્રણિધાનમાર્ગે યોગ સિદ્ધ કરવા જતાં બે વસ્તુ તરત તેમાંથી ફળવા માંડે છે, જે વડે પછી આગળ વધતાં નિરોધનું પરમ ફળ મળે છે. આ બે વસ્તુ નીચે પ્રમાણે – ૧. “પ્રત્યક-ચેતન’ની પ્રાપ્તિ, ૨. માર્ગમાં આવતા અંતરાયનું નિવારણ. અને સૂત્રકારની ભાષા પરથી સમજાય છે કે, પ્રણિધાનમાર્ગનું ખાસ ફળ પ્રત્યક-રોતનની પ્રાપ્તિ થાય છે એ છે; અને અંતરાય-નિવારણ તો તેની ભેગાભેગી થઈ જાય છે. આવી આ બીજા ભાગની ખાસિયત, વૈરાગ્ય-અભ્યાસ દ્વારા સાધવાના પહેલા માર્ગની સરખામણીમાં છે, એમ સમજવું જોઈએ. સૂત્રકાર કહે છે કે, સાધના કરવામાં જે અંતરાયો આવે તેમનું નિવારણ તે બેઉ માર્ગોમાં થવું જ જોઈએ; કેમ કે તે થાય તો જ આગળ વધી શકાય. અને બીજું ફળ “પ્રત્યક ચેતન”નું દર્શન છે. એ બંને ફળ પ્રણિધાન કે ભક્તિ-માર્ગમાં સહેજે થાય છે. આ માનો યાત્રી ઈશ્વરના નામનો જપ અને તેની ભાવના કર્યો જાય છે. તેથી ઉપરાંત એ કાંઈ જાણતો નથી – તેને જાણવાની જરૂર નથી, એ આ માર્ગની ખૂબી છે. પુરુષ-પ્રકૃતિ-ભેદ કે એવા તાત્વિક પ્રશ્નોને બુદ્ધિયોગ વૈરાગ્ય-માગનું મુખ્ય સાધન છે. ઈશ્વર પ્રણિધાન કે ભક્તિમાગી કેવળ ઈશ્વરભાવને ભજે છે. એમાંથી તેને બુદ્ધિયોગ ૯૪ Jain Education International For Private & Personal use only
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy