SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ વેગ એટલે શું? અને એ પણ સાથે સાથે નોંધવા જેવું છે કે, એમાંથી જ જડ “નામ-પસ્તી ” અને “બુતપરસ્તી” યા તેને લગતા વહેમો પણ એવી જ સતતતાથી ચાલતાં આવ્યાં છે. મારું કે મેં પાડેલું નામ જ ખરું અને બીજું ટુ : રામ, રહેમાન, યહોવા, અહત, અહુરમઝદ, ગડ,” અલ્લા, ઈનામે એક જ ભાવના વાચકો છે, એ સમજ નથી રહેતી. તેમ જ રામ, કૃષ્ણ, જિન, નરનારાયણ, લક્ષ્મીનારાયણ, શિવ, ઈ. મૂતિઓ જ છે, બુત છે; તેઓ પિતા થકી જે સૂચવવા કે દેખાડવા માગે છે તે ભાવમાં જઈને તો એ બધી એક જ છે, એ ભૂલી જવાય છે. ગયા પ્રકરણમાં ગુરુવાદને લઈને ઈશ્વરભાવ વિશે થયેલી ગુરુ-પરસ્તીની એક વહેમી ખરાબીની વાત કરી લીધી. ૧૭માં પ્રકરણની આખરે જે બે નાસ્તિકતાઓ * હવે પછીનાં સૂત્રમાં નિરૂપેલ અંશે અંગે ઊભી થાય છે એમ કહેલું, તેમાંની એ એક છે. બી જ તે નામ-પરરતી મા'ને ભાવગ્રહણ કરવાને માટે નામ અને રૂપનું આલંબન લેવું પડે છે, એ હકીકતમાં નામ-પરરતી અને બુતપરસ્તીની ઉત્પત્તિ રહેલી છે. પણ તેમાં જડતાથી અંધ ન બનવું ઈશ્વરનું નામ અને રૂપ યોગસૂત્ર એ બેમાંથી એક આલંબનને આગળ કરે છે અને તે નામ. કારણ કે તે સારામાં સારું, સીધું સરળ અને સર્વસુલભ છે. તે લેતાં દામ નથી બેસતાં તે લેવાને માટે કશી ખટપટ કે ક્રિયાકાંડને ખટાટોપ નથી જોઈતાં. તે સૌને આધાર બની શકે છે. ત્યાં કોઈને પ્રવેશ છે નથીનો સવાલ નથી. સૌ કોઈ નામ લઈ શકે છે અને એ પરમભાવને હરદમ યાદ કરી ઉપાડી શકે છે. યોગસૂત્રકાર મૂર્તિ કે બુતને આગળ નથી કરતા. એની જરૂર પણ વ્યક્તિગત ગૌણ અને ઓછી છે. બુત દ્વારા ધર્મનું સમુદાયગઠન કરવાનું વધારે થયું છે, તે આથી. પેગ પરમ સાધનાને માગ હોવાથી તેમાં મૂર્તિ-મહિમા નથી કરવામાં આવ્યો. નામને જ તેમાં ગ્રહણ કર્યું છે. તે અંગેનાં બે સૂત્રોનો અર્થ હવે પછી વિચારીશું. ૧૯-૭-૪૭ * ઈશ્વરને જે પરમભાવે તેમાં શ્રદ્ધા એ સાત્વિક આસ્તિકતા છે. તેની તુલનામાં બીજી બધી આતિકતાને નાસ્તિકતા કહી છે. તેને તામસિક કે રાજસિક આસ્તિકતા કહેવી હોય તે કહી શકાય. અભ્યાસીઓને અહીંયાં હું ગીતાના નીચેના કોનું મનન સચવું છે: અ ૦ ૭-૨૪; ૨-૧૧ Jain Education Internation For Private & Personale Only
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy