SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ગ એટલે શું? સ્પષ્ટ ઉલ્લેખથી ને એને જ વરીને સાધના કરવી, એટલે ઈશ્વરપ્રણિધાનને બીજે નિરોધ ઉપાય. તે નવા પ્રકરણમાં જોઈશું. ૧૧-૨-૪૬ ૧૪ ઈશ્વરપ્રણિધાન આપણે જોઈ ગયા કે, વૃત્તિઓના નિરોધ માટે વૈરાગ્યપૂર્વક અભ્યાસ જોઈએ. જીવનમાં શું સાધવું છે તે વિષે એકતાન બનવું જોઈએ; એનો અર્થ એ કે, તે ઉદેશ સિવાય બીજામાં મને દોડવું ન જોઈએ. આ જાતને મન ઉપર કાબૂ હો એ વૈરાગ્ય. અને એ કાબૂને આધારે પછી, ઉદ્દેશ પાછળ મંડયા રહેવું એ અભ્યાસ. અહીંયાં પ્રશ્ન થાય કે, જીવનમાં શું સાધવાનું છે? પરાપૂર્વથી આને જવાબ અપાતે આવ્યો છે કે, ઈશ્વર-સાક્ષાત્કાર. એટલે સૂત્રકારે વૃત્તિઓના નિરોધને માટે બીજું સાધન એ કહ્યું છે કે, ઈશ્વરપ્રણિધાનથી પણ તે સિદ્ધ કરી શકાય છે: ईश्वरप्रणिधानात् वा ।। २३ ।। ઈશ્વરપ્રણિધાન એટલે ઈશ્વરનું અનન્ય શરણુ, તેની પરાભક્તિ, તેને સમર્પિત જીવનપદ્ધતિ. એટલે તેમાં વૈરાગ્ય અને અભ્યાસ બેઉ તો આપોઆપ આવી ગયાં. વિશેષ એમાં એ છે કે, તેમાં જીવનને માટે ઉદેશના ધારણરૂપ એવું ઈશ્વરતત્ત્વ વધારે આવે છે. આથી કરીને આ સાધનને ઈશ્વરપ્રણિધાન ભક્તિયોગ પણ કહી શકાય. આગળ એક સૂત્રમાં સૂત્રકાર ઈશ્વરપ્રણિધાનને ક્રિયાયોગમાં ગણાવે છે – ત:-Earni - afજવાનાનિ જવાવાT: * ૧૨-t). તે એથી કરીને કે, એમાં ભક્તિના ક્રિયાકાંડનો અભ્યાસ પણ આવી જાય છે. આ ઉપરથી જ પ્રણિધાન કે ભક્તિને માટે અર્ચન, પૂજન, ઈબાહ્ય ક્રિયાવિધિઓને નિત્ય અભ્યાસ યોજવામાં આવ્યો છે. પરંતુ, એ ભૂલવાનું નથી કે, એ વિધિઓ કર્યા કરવા એ કાંઈ પ્રણિધાન નથી; કેમ કે એ બધા વિધિએ સો ટકા બરોબર કરનારમાં પણ ઈશ્વરપ્રણિધાન ન હોય; એ કેવળ આચારનો દંભ કે ભાવ વગરની જડતા પણ હોઈ શકે. ઈશ્વરપ્રણિધાનમાં પણ વૈરાગ્ય એટલે કે ઈશ્વર પ્રત્યે પરમ પ્રેમ હોવો જોઈએ. એવો પ્રેમ જેની પાસે હોય, તેને પછી જગતની તમામ સુખ વસ્તુઓથી વિરાગી બનવામાં શી તકલીફ અનેક ભક્તાનાં ભજનને પ્રધાન સૂર આ જ છે કે, પરમ પ્રાપ્ય એવા પ્રભુને છોડીને બીજે જનાર મૂખ જ નથી ? ઈશ્વરપ્રણિધાનને માર્ગ આ સાદી સીધી ને ભેળી પણ અનન્ય શ્રદ્ધાથી ચાલો છે. અભ્યાસ-વૈરાગ્યનો માર્ગ સાધનાનો આખે નકશો સૂકમ બુદ્ધિથી સ્પષ્ટ કરીને ચાલે છે; તેમાં બુદ્ધિયોગ સાથે સાથે ચાલે છે. ભક્તિ કે ઈશ્વરપ્રણિધાનમાં ઉપરની એકમાત્ર સાદી સમજનું તત્ત્વ અનન્ય * તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન – એ ત્રણ ક્રિયા છે. પા૦ ૬. Inin Education International For Private & Personal use only
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy