SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ વેગ એટલે શું? અહી એક પ્રશ્ન ઊઠશે – જે વૃત્તિનું લક્ષણ જ છે કે ઊઠયા કરવું, તો તેનો નિરોધ એટલે શું? અને શું કામ ? --એપ્રિલ, ૧૯૪૫ વૃત્તિનો નિરોધ ગયા પ્રકરણને અંતે એક પ્રશ્ન પૂછીને અટક્યા હતા:-ચિત્તની વૃત્તિનું લક્ષણ જ જે ઊઠયા કરવું એ હોય, તે તેને નિરોધ એટલે શું? તેમાં વદવ્યાઘાત આવતે નથી? જે બની જ ન શકે એમ કહ્યું, છતાં તે બનાવવું એમ કહેવા જેવી વાત એ તે થઈ. એટલે જે ચિત્તવૃત્તિ ઊઠવ્યા જ કરે એમ કહો, અને યોગ એટલે તેને નિરોધ એમ હોય, તો બે વચ્ચે મેળ ક્યાં ? અને બીજો પ્રશ્ન એ ઉઠાવ્યો હતો કે, એવું શક્ય પણ માનીએ તોપણ ચિત્ત-પ્રકૃતિથી વિરોધી લાગતું એ કામ કરવાની જરૂર શી ? આ બે પ્રશ્નો જ ખરું જોતાં આખા યોગશાસ્ત્રના મૂળ પ્રશ્ન છે. અને એની પૂરેપૂરી સમજ આપવામાં વેગશાસ્ત્રને મોટે ભાગ પૂરો થાય છે. આ સમજાવવા માટે તે શાસ્ત્ર ચિત્તનું સ્વરૂપ, તેના ધર્મો, તેના ઘટકે, તેની શક્તિ વગેરે માનસશાસ્ત્રીય પ્રશ્નો વિચારે છે. પણ તેટલું એ માટે પૂરતું નથી, તેથી ઊંડે ઊતરીને યેગશાસ્ત્ર આ જડ અને ચેતનના સમગ્ર વ્યાપારનું પૃથક્કરણ કરી બતાવે વૃત્તિને નિષેધ છે. અને માનવચિત્ત એ આખા સંસારચક્રને કઈ રીતે વિષય કરે છે અને તેમાં કેવી રીતે ને શા માટે પિતાનું કામ કરે છે, તે બધું ઘટાવી બતાવે છે. યોગશાસ્ત્રનો આ ભાગ તેની ફિલસૂફીને ભાગ થય. એ દષ્ટિએ જ અને તે કારણે તેને યોગ- વન કહેવામાં આવે છે. પરંતુ તે કેવળ દશન કે ફિલસૂફી નથી; તે ખરેખર તે સાધનાનું કે પુરુષાર્થનું શાસ્ત્ર છે. વિજ્ઞાનશુદ્ધ સાધના કઈ હોવી જોઈએ એ બતાવવા માટે જ તે આ ફિલસૂફી ભાગને છેડે છે; અને એના પાયા ઉપર સચોટ સાધનામાર્ગ બતાવે છે. આમ, તે શાસ્ત્ર મનુષ્ય પોતાના જીવનને સાર્થક કરવાને માટે શું કરવાનું છે, મનુષ્યનું ધ્યેય શું છે, તે બતાવીને તેની પ્રકિયા યોજી આપે છે. આને માટે, ઉપરના પોતાના શાસ્ત્રીય અષણને આધાર લઈ યોગશાસ્ત્ર પિતાની ફિલસૂફીના પાયા ઉપર, માનવહૃદયની મૂળ આકાંક્ષાઓ અને તેની પ્રકૃતિનું આખુ ઘડતર પણ વિચારે છે. અને એમાંથી કઈ રીતે વર્તતાં તે સફળ થઈ શકે, તેને માગ દોરે છે. આ માર્ગ બતાવવો એ જ ખરેખર યોગ છે. એનું જ નામ યોગ છે, એ આપણે જોઈ આવ્યા છીએ. * અને એ યોગનું રહસ્ય એ છે કે, ચિત્તની વૃત્તિઓને રોકવી જોઈએ. પ્રશ્ન એ છે કે, જે ચિત્તની વૃત્તિ ઊઠવ્યા જ * અગાઉના પ્રકરણને તે પ્લેક ચાદ કરીએ – મોક્ષમાં ચબુદ્ધિ ને સાધને વેગનિતા, ઉપાસ્ય કાયદો કે ના, ધર્મનું એ જ લક્ષણ, . For Private & Personal use only.
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy