SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લેખાયેલું મળે છે. છેવટના સાક્ષાત્કાર વખતે આત્મા અને પરમાત્મા એક છે એવું દર્શન થાય છે, એવા સ્પષ્ટ ઉલ્લેખ ઉપનિષદમ છે. શ્વેતાશ્વતર કહે છે કે, જેમ સાફ કરેલ અરીસો બિંબને બરાબર પ્રતિબિંબિત કરે છે, તેમ સાક્ષાત્કાર વખતે આત્મતત્વને સાધક જુએ છે અને એકરૂપ બને તે કૃતાર્થ થઈને વીતશેક બને છે (૨.૧૪-૧૫). એ સાક્ષાત્કાર પ્રાપ્ત કરનારે પછી શરીરની પાછળ અનુતપ્ત થતા નથી; કારણ કે તેને કશાની ઈરછા કે કામના બાકી રહેતી નથી (બ્રહ૦ ૪.૪.૧૨). તેના હૃદયની ગ્રંથીઓ ભેદાઈ જાય છે, તેના સર્વ સંશય કપાઈ જાય છે અને એ પરાવરનાં દર્શન થતાં તેનાં સર્વ કર્મો પણ ક્ષય પામે છે (મુંડક. ૨.૨.૮). પહેલાં તે અનીશાથી મેહ પામતે શેક કરતો હત; તે હવે એના મહિમાના દર્શન પછી વીતશેક બની જાય છે (મું૦ ૨.૧.૨). વાત્માને પરમાત્મા સાથેનો સંબંધ અનેક ઉપમાઓથી વણવાય છે: સારી પેઠે સળગેલા અગ્નિમાંથી જેમ હજારો સમાન જાતના તણખા ઊંડે છે (મુંડક ૦ ૨.૧.૧); અથવા પાણીનું ટીપું જ્યાં સુધી પાછું તેના મૂળમાં ભળી જતું નથી ત્યાં સુધી પિતાને જુદો આકાર, રંગ અને વ્યક્તિત્વ રાખે છે, પણ મૂળમાં પાછું ભળી ગયા પછી તેનાં જુદાં નામ-રૂપ રહેતાં નથી (મુંડક રૂ.૨.૮) ઇ. જ્યાં લગી જીવાત્મા અંતઃકરણ વગેરે બાહ્ય ઉપાધિઓથી વીંટળાયેલ છે, ત્યાં સુધી તેનું અસ્તિત્વ જુદું છે; તે સત્ય અને અમૃત બેના મિથુનરૂપ છે (ઐત આર૦ ૨.૩.૬). આ જીવાત્માની સાથે પરમ આત્મા એક જ વૃક્ષ ઉપર સાથે રહેલે પણ ઉપનિષદોમાં કહ્યો છે (કઠ૦ ૬. ૩. ૧). તે માત્ર જોયા કરે છે, પણ કશું ભાગવત નથી (મુંડક રૂ. ૧. ૧-૩ ); ત્યારે જીવાત્મા મોહ પામતે અનીશાથી શેક કરે છે. પરંતુ જ્યારે તે પેલા ઈશને અને તેના મહિમાને જુએ છે, ત્યારે તે વીતશેક થાય છે.' . બે ૨.૬; પ્રક્ષ૦ ૪.૯; બહ૦ ૪.૭,૩૫; બે ૨.૫ ઈ. યોગસૂત્રમાં ઈશ્વરને કલેશ કમ વિપાક અને આશયથી અપરાકૃષ્ટ પુરુષ વિશેષ કહ્યો છે, તથા ગુરુઓને ગુરુ કહ્યો છે. તે પ્રમાણેની ક૯૫ના ઉપનિષદમાં બરાબર છે જ, મુંડક (રૂ. ૧. ૧)માં ઈશ્વરને પીપળનું ફળ ખાધા વિના માત્ર જોયા કરતે જણૂાવ્યું છે, અને કદમાં (૨.૫.૧૧) સૂર્યની ઉપમા આપીને, સૂર્ય જેમ બાહ્ય દશ્ય ના દેથી અલિપ્ત રહે છે (જોકે તેમને દષ્ટિગોચર કરવામાં તે સહાયક બને છે) તેમ સર્વભૂતને એક અંતરાત્મા ૫ણુ બાહ્ય લેકદુઃખથી લેપાત નથી, એમ જણૂાવ્યું છે. છેક છેવટના સાક્ષાત્કાર પહેલાં મનુષ્યના પ્રયત્ન ઉપરાંત ઉપરથી કંઈક પ્રસાદ કે મદદ ઊતરવાની અપેક્ષા રહે છે એવા અર્થના મુંડક (રૂ. ૨. ૩) અને કદ (૨. ૨.૨૨) ના જે ઉલ્લેખ છે, તે ઉપરથી ઈશ્વરનું માર્ગદર્શક પણું કે તેને ગુરુભાવ સ્વીકારતે સ્પષ્ટ જણ્ય છે. છાંદોગ્ય ઉપ૦ (૮. ૬. ૧), બહદારણ્યક ઉપ૦ (૪. ૩. ૨૦; ૨. ૧. ૧૯), પ્રશ્ન ઉ૫૦ (રૂ. ૬-૭), અને કઠ૦ (૨, ૩, ૧૬) વગેરેમાં હૃદયની નાડીઓ, તેમને વર્ણ, તેમની સંખ્યા, જીવાત્મા કે પ્રાણુ તેમાંથી કઈ કઈમાં સંચરે છે, અને છેવટે જીવ કઈમાં થઈને નીકળે તે સારું કહેવાય, વગેરે વર્ણન આવે છે. તે ઉપરાંત કૌશીતકી (૪.૧૯) અને મૈત્રી ઉ૫૦ માં (૨.૨) શરીરની ધાતુઓ અને નાડીઓના જે ઉલ્લેખ છે તે, પછીના વખતમાં ગવિદ્યાના અને આયુર્વેદના શરીરવિજ્ઞાનની શેના મૂળરૂપ જણાય છે. મહાભારત-કાળ મમત-એ ઉપનિષદકાળ પછી બૌદ્ધકાળ સુધી પહોંચતા પહેલાં વચમાં આવતે આચાર-વિચારની ભારે ગડમથલ અને ઊથલપાથલને વચગાળે છે. જૈન ગ્રંથે ક્રિયાવાદ, અક્રિયાવાદ, અજ્ઞાનવાદ અને વિનયવાદ એ ચાર મુખ્ય વિભાગ હેઠળ ૩૬ ૩ જુદાં જુદાં દર્શનના પ્રકારો ગણાવે છે, ત્યારે બૌદ્ધ પરંપરા બુદ્ધના સમયમાં પ્રચલિત Inin Education International For Private & Personal use only
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy