________________
૧૧૪
આબાદ હિંદુસ્તાન ! આટલા નાના લાભને કારણે આખા દેશને કેટલા ખાડામાં ઉતાર્યો તે હવે આપણે જોઈ એ.
મિત્ર વાડિયાએ તે વસ્તુ સચોટ રીતે નીચે પ્રમાણે સાબિત કરી આપી છે. પરંતુ તેમણે હૂંડિયામણને ભાવ ૧૧૩ પેન્સથી વધારીને ૧૬ પેન્સને કર્યો એમ ગણેલું છે, તે ધ્યાનમાં રાખવું.
સરકાર એમ કહે છે કે, આમ કૃત્રિમ રીતે હૂંડિયામણુને દર ચડાવવાથી પ્રજા ઉપર ન કર નાખ્યા વિના તેણે તિજોરીમાં બચત કરી છે. પરંતુ કોઈ અભણ માણસને પણ એકદમ તે શંકા આવ્યા વિના ન રહે કે, ગમે તે માટે જાદુગર હોય તે પણ તે શૂન્યમાંથી લાખ રૂપિયા શી રીતે પેદા કરી શકે ? ઉપરાંત, બીજી એક પણ વાત સ્પષ્ટ છે કે, કર ભરનારા પાસે પહેલાં તમે ૧૧ પેન્સ લેતા હતા તેને બદલે હવે ૧૬ લે છે એ જ કર નાખ્યા જેવું નથી ? એ વાત હવે હું દાખલો આપી સિદ્ધ કરી બતાવું.
ધારો કે ઇંગ્લંડમાં રૂનો ભાવ ૪ પેન્સ એક રતલ છે. અને હદુસ્તાનના કોઈ ખેડૂતને સરકારી તિજોરીમાં કર પેટે ૧ રૂપિયે ભરવાનું છે. હવે જે ટૂંડિયામણને દર, એક રૂપિયે ૧૧ પેન્સન હોય, તે તેને ૩ રતલ કરતાં ઓછું ? આપવું પડે. પરંતુ તે દર વધીને રૂપિયે ૧૬ પેન્સને થાય, તે સ્પષ્ટ જ છે કે, તેને ૪ રતલ રૂ આપવું પડે. એટલે કે સરકારે વધારેલા દરને કારણે તેને હવે ૧ રૂપિયા માટે ૧ શેર રૂ વધારે આપવું પડે છે. એક વાત ખરી છે કે, આ વધારેલા દરથી ઈગ્લેંડથી આવતા માલ હવે સસ્તા પડે.
હિંદુસ્તાનની લૂંટ
૧૧૫ પરંતુ કોઈ સુધરે દેશ પિતાના ખેડૂતોની મૂડી અને મહેનતથી ઉત્પન્ન થયેલ નિકાસને ભેગે પરદેશી માલની આયાતને મદદ કરતા હશે ?
આ વસ્તુને જ હજુ વધારે સ્પષ્ટ કરીએ. ૧૮૯૯૧૯૦૦માં આપણા દેશની કુલ આયાત ૭૦ કરોડ રૂપિયાની હતી અને નિકાસ ૧૦૮ કરોડ રૂપિયાની હતી. હવે જે હૂંડિયામણને દર ૧ રૂપિયે ૧૬ પેન્સને બદલે ૧૧ પેન્સને હોત, તે પરદેશથી આવેલા માલના આપણને ૭૦ ને બદલે ૯૭ કરોડ રૂપિયા એટલે કે ૨૭ કરોડ રૂપિયા વધારે આપવા પડત. પરંતુ તેજ દરે આપણને આપણું ૧૦૮ કરોડના માલના ૧૫૦ કરોડ રૂપિયા મળત; એટલે કે ૪૨ કરોડ રૂપિયા આપણા ખેડૂતોને વધારે મળત. એને અર્થ એ થયો કે, પરદેશીના માલના જોકે આપણને ૨૭ કરોડ રૂપિયા વધારે આપવા પડત, પરંતુ તેને બદલે આપણા ગરીબ ખેડૂતોને ૪૨ કરોડ રૂપિયા વધુ પજત, વળી પરદેશથી આવતા માલ મોટે ભાગે યુરોપિયન અને તવંગર વર્ગના લેકે જ વાપરતા હોવાથી, તે ૨૭ કરોડ રૂપિયામાં ખેડૂતને તે કંઈ જ વેઠવું પડયું ન હતું. એટલે આપણે એમ જરૂર કહી શકીએ કે, દૂડિયામણને દર ૧૧ પેન્સને બદલે ૧૬ પેન્સ કરવાથી ખેડૂતોને ચેખા ૪૨ કરોડ રૂપિયાની ખોટ ગઈ.
“પરંતુ ખરી રીતે તે ખેડૂતને ૪ર કરોડ રૂપિયા કરતાં પણુ વધુ નુકસાન થાય છે. ઑર્ડ કર્ઝનના જ આંકડા પ્રમાણે આપણા દેશની વાર્ષિક પેદાશ ૪૫૦ કરોડ રૂપિયાની છે. તેમાંથી ૧૦૮ કરોડ રૂપિયા પરદેશ ચડાવેલા માલના
For Private & Personal use only