SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ આબાદ હિંદુસ્તાન! માગે છે તેથી તેને આપવામાં આવે છે કે કેમ, તે સવાલને જવાબ આપવાની જરૂર કોઈ જોતું નથી. અંગ્રેજી રાજ્યના મૂળમાં ૨૫ આપણે તેમાંથી મેટા મેટા ફકરા ઉતારવાના છીએ; કારણ કે, તે ફકરાઓમાં તે સમયે જે સિદ્ધાંત સ્થાપિત કરવામાં આવ્યો છે, તે સિદ્ધાંત જ, પછીથી પણ, પાર્લમેંટના ડાહ્યા ડાહ્યા ઠરાવો છતાં, કાયમને માટે અમલમાં મૂકવામાં આવ્યો છે. અને હજુ પણ ઉપરના સુંદર ઢાંકપિછોડાઓ છતાં કાયમ ઈ. સ. ૧૭૮૩ થી ૧૮૩૩ ઇંગ્લંડની છત પૂરી થતાં, હિંદુસ્તાન તેના પગ આગળ આળોટતે પડ્યો હતો. હવે એક પગલું આગળ ભરવાનો વખત આવ્યું. આ નવા જિતાયેલા દેશ ઉપર કેવી રીતે રાજ્ય કરવાનું હતું ? તેની પ્રજાને અંગ્રેજી રાજ્યના નાગરિક ગણવાના હતા કે ગુલામો? હિંદુસ્તાનનું રાજ્ય ચલાવવામાં, દેશની પરિસ્થિતિથી વધુ માહિતગાર એવાં હિંદુસ્તાનનાં માણસને ઉપયોગમાં લેવાનાં હતાં કે નહિ ? આપણે તે વખતે વિચાર્યું કે, “જો તેમને આપણે આપણી સાથે રાજકારભારમાં ભાગ આપાએ અને એ રીતે તેમને આપણા જેવું જ્ઞાન અને અનુભવ મેળવવાની તક હાથે કરીને પૂરી પાડીએ, તે તેઓ તે જ્ઞાન અને અનુભવ આપણને હાંકી કાઢવામાં જ વાપરે.” એટલે તરત નકકી કરવામાં આવ્યું કે, તેમને આપણા સાથીઓ બનાવવાને બદલે નોકર બનાવવા. વિલિયમ બેન્ટીકના વખતમાં, મદ્રાસ ઇલાકામાં રૈયતવારી પદ્ધતિ દાખલ કરવી કે જમીનદારી પદ્ધતિ દાખલ કરવી, તે વિષેની ચર્ચા ઉપસ્થિત થઈ હતી. તે વખતે મિ. વિલિયમ ઠેકરેએ જે લખાણું કર્યું હતું, તેમાં અંગ્રેજોના માનસને સંપૂર્ણ પરિચય આપણને મળે છે, તે વખતના રિપોર્ટ અને ચર્ચાઓ એક સૈકા પહેલાંનાં છે; છતાં અત્યારે બેન્ટીકની સંપૂર્ણ સંમતિ સાથે ઘડવામાં આવેલા તે રિપેટમાં ઠેકરે જણાવે છે : હિંદુસ્તાન જેવડા દેશ ઉપર થડા મૂઠીભર પરદેશીએએ રાજ્ય કરવું હોય, તો તેની પ્રજામાંથી સ્વમાન, ઉચ્ચ આદર્શો અને સર્વ પ્રકારની મહત્ત્વાકાંક્ષાઓને ગૂંગળાવી મારવાં જોઈએ. ઇંગ્લંડમાં આપણે દેશની જમીન મેટા મેટા જમીનદારોના હાથમાં રાખીએ તે સમજાય તેવું છે. કારણ કે, તેવાં સમૃદ્ધ કુટુંબોમાંથી જ આપણને આપણા દેશના સારાસાર રાજનીતિજ્ઞ, રાજસભાના સભાસદો, તત્ત્વચિંતક અને રાજ્યની સેવા અને રક્ષણ માટે પ્રાણુ અર્પનાર વીર પુરુષો મળે છે.... મોટા મેટા જમીનદારને મોટી મહેસૂલને કારણે જે નવરાશ, જે સગવડ, જે વિપુલતા, જે સ્વતંત્રતા અને ઉચ્ચ આદર્શો મળે છે, તે બધાંને કારણે જ તેઓ ઇંગ્લંડને કીર્તિસંગની ટોચે ચડાવવાને શક્તિમાન થયા છે. એટલે, મોટી મોટી જાગીરની આવક તેવાં સમૃદ્ધ કુટુંબોને પોષવામાં વપરાય તે જરૂરનું છે. અને તે ધનસંપત્તિ તેઓને ચિરકાળ પ્રાપ્ત થાઓ ! પણ હિંદુસ્તાનના લોકોમાંથી તે તેવું વાભિમાન, સ્વતંત્રતા તથા ઊંડા વિચારો અને લાગણીઓ ઉમૂળ કરી Jain Education International For Private & Personal use only www Bielinary
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy