________________
ડિબીકૃત આબાદ હિંદુસ્તાન !
મંડળીએાનું તંત્ર પણ ખેડૂતને ઉપકારક નથી થયું. શાહુકાર પાસેથી છોડાવવા જતાં તેને શાહુકારના પંજામાં વધારે નાખ્યો છે. મંડળીઓના અમલદારશાહી વહીવટને લીધે
અને તગાવીની અગવડભરી પદ્ધતિને લીધે ખેડૂત પિતાની મિલકત સરકારને ત્યાં ગીરે મૂકી બેઠો છે. તેને જોઈ એ ત્યારે પૈસા મળતા નથી. શાહુકાર પણ પહેલાંની પેઠે તેને ધીરતે નથી.
આમ સરકારની નવી સંસ્થાએ પ્રજાનું દુઃખ ભાગવાને બદલે તેના ગળામાં બોજારૂપ થઈ પડી છે અને લોકોની સ્થિતિ સુધરવાને બદલે બગડી છે. ઉદ્યોગધંધાની પડતી થઈ છે. પ્રજાને માથે કરને બેજો વધ્યો છે અને તેની મુશ્કેલીઓ વધી છે. વાચક આ વિષે પોતાની ચારે બાજુ નજર કરી ખાતરી કરે, તેનાં કારણે વિચારે, અને આ દુ:ખી સ્થિતિ મિટાવવાના ઉપાયો યોજે.
અત્યારે તે ડિબીની પેઠે આપણે એટલી જ પ્રાર્થના કરી શકીએ કે,
ઈશ્વર હિંદુસ્તાનને બચાવો ! ” ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
વિઠ્ઠલદાસ મ. કેકારી
Jain Education International
For Private & Personale Only