________________
નવપદ પ્રકાશ
(૩) સાધના-કાળમાં સાધનાનો વિચાર, ફળને વિચાર, નહિ જોઈએ, શ્રી યોગદષ્ટિ સમુચ્ચય શાસ્ત્રમાં કહ્યું છે
‘उपादेय धियाऽत्यन्तं संज्ञाविष्कम्भणान्वितम् । __ फलाभिसन्धिरहितं संशुद्ध ह्येतदीदृशम् ॥'
(૧) આમાં પહેલું આ જરૂરી કે જે સાધના હાથમાં લીધી “એ માટે અત્યંત ઉપાદેય છે, અતિશય હિતકર્તવ્ય છે, એવી બુદ્ધિ જાગતી રહેવી જોઈએ; તો જ એમાં વિશુદ્ધ પ્રણિધાન લાગે, સાધનામાં એકાકાર થઈ જવાય.
(૨) સાધના-કાળમાં આહાર-વિષય-પરિગ્રહ કે નિદ્રાની ખણજ ન જોઈએ, તેમ ક્રોધાદિ ચાર કષાયોમાંથી એકેય કષાયની લત ન જોઈએ, એમજ ઓઘસંજ્ઞા અર્થાત ગતાનુગતિકતા ન જોઈએ, પરંતુ પોતાના હિતની સમજપૂર્વક સાધના કરવી જોઈએ, તથા લોકસંજ્ઞા યાને સાધનાથી લોકમાં સારા દેખાવાની વૃત્તિ ન જોઈએ, આ દશામાંની એક પણ સંજ્ઞા જે તગમગી, તો એ સાધનાને ડહોળી નાખે છે.
(૩) સાધનાકાળે કઈ પગલિક કોઈ લૌકિક ફળની આશંસા ન જોઈએ, વધુમાં સાધનાકાળમાં લોકોત્તર ફળનો પણ વારેવારે વિચાર ન જોઈએ કે “મારે મોક્ષ જોઈએ છે, મારે મોક્ષ જોઈએ છે. જે આ વિચાર વચમાં વચમાં ટપક્યા કરે, તો તે સાધનામાં ફેર્સ નહિ આવવા દે, સાધનામાં ફેસ તો જ આવે કે સાધના કેમ ઉચ્ચ કેટિની બનાવું એ જ તમન્ના હોય, અણિકાપુત્ર આચાર્યને કેવળજ્ઞાન જોઈતું હતું, પરંતુ ભાલે વિંધાયા ત્યાં ઉચ્ચ ઉચ્ચ સંયમની સાધનાને ફેર્સ વધારી દીધે તે અંતે કેવળજ્ઞાન પામ્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org