________________
મુખમાંથી ઝરતાં વચન આવાં છે, તે આત્માની બધી ગરમી ઠારી દે છે. તે ગરમી છે અહિતની અકલ્યાણની, નાદાન છવો જીવનમાં જે બધું કરે છે, તે પોતાના
અહિતનું કરે છે. જેમ કે ખાય પીએ, પૈસે ભેગા કરે, રંગરાગ કરે, તે બધું અહિતનું છે. આ બધા આત્માની . અહિતને ટાળનારા ચંદન રસ જેવા ઉપાધ્યાયનાં વચન છે.
“અહિતતાપના બે અર્થ લઈ શકાય એક કર્મધારય સમાસ તરીકે અહિત રૂપી તાપ, અને બીજે દ્વન્દ સમાસ તરીકે–અહિત અને તાપ.
ઉપાધ્યાયના મુખમાંથી સૂવાથ–આગમનાં વચને નીકળે છે, તેથી સાંભળનારે આત્માના હિત અહિતને ઓળખનારે થાય છે, તેથી તે અહિતને ટાળનાર થાય છે,
રાગદ્વેષ આદિ કષાયના-દુર્ગાનના તથા અસદુ વિકપના તાપ જીવનને આકુળ વ્યાકુળ કરનાર છે. તેને ટાળનાર, તેને શાંત કરનાર ઉપાઓનાં વચન છે. તે ઉપાધ્યાય જિન શાસનને અજવાળે છે, એટલે કે ઉજજવળ કરે છે, અર્થાત્ બીજા જીવોમાં જિનશાસન પ્રકાશિત કરનારા છે, એમને જિનશાસન પ્રત્યે આકર્ષનારા છે. કહે છે ને “સા દીકરો કુળ અજવાળે એટલે કે કુળને લોકમાં વિખ્યાત કરે. લેને પ્રશંસા થાય કે “અહો! કેવું સુંદર આનું કુળ !? તેમ જિનશાસનને ઉજાળનાર ઉપાધ્યાય ભગવાન છે. એટલે બીજાઓને પ્રશંસા થાય અહો કેવું સુદર જિનશાસન !
કાવ્ય – ‘ત સજા રત સદા, દ્વાદશ અંગના થતા રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org