________________
૧૪૯
કાવ્ય-“અર્થ–સૂત્રને દાન વિભાગે આચારજ ઉવજઝાય; ભવ ત્રીજે જે લહે શિવપદ, નમિયે તે સુપસાયરે ભાવિક
સૂત્ર અને અર્થના દાનની આચાર્ય અને ઉપાધ્યાયમાં વહેંચણી થઇ છે, આચાર્ય અર્થ–દાન કરે છે. ઉપાધ્યાય સુત્ર દાન કરે છે. પણ અહીં એક પ્રશ્ન થાય.
પ્રવે–અહીં પૂજા કાવ્યમાં પહેલાં આવેલ કે ઉપાધ્યાય સૂત્રાથે દાન કરે છે એટલે કે તેઓ અર્થ સહિત સૂત્ર આપે છે, તો ત્યાં આચાર્યનું કાર્ય શું રહ્યું ?
ઉ–આચાર્ય વિશિષ્ટ જ્ઞાનવાળા અને પદવાળા હેવાથી વિશેષ અર્થને સમજાવનારા છે. અર્થની વિસ્તૃત વ્યાખ્યા કરે છે અર્થાત ઉપાધ્યાય તે સૂત્રનો સામાન્યથી શબ્દાર્થ અર્થ વિવેચન બતાવે છે, જ્યારે આચાર્ય સૂત્રના અર્થ પર વિશેષ રૂપે વિસ્તારથી વ્યાખ્યાન કરે છે,
ઉપાધ્યાયની આ જે સૂત્રની ઉપાસના છે, જિન આગ મની ઉપાસના છે, જિનવચનની ઉપાસના છે. તે તેમને સીજે ભવે મોક્ષની સંપત્તિ આપે છે, તેવા ઉપાધ્યાયને નમસ્કાર કરીએ છીએ. જેમ, વૃષભદેવ ભગવાન છેલ્લા ભવથી ત્રીજા ભવમાં ચૌદ પૂર્વ નામના જિનાગમન પાર ગામી બન્યા, ધારક અને વિસ્તારક બન્યા છે તે ત્રીજે ભવે મોક્ષે ગયા.
પ્ર-આપણે ઉપાધ્યાયને નમસ્કાર કરીએ તેમાં શે લાભ ?
ઉ. કવિ કહે છે, “નમિયે તે સુપસાય રે. અર્થાત ઉપાધ્યાય સુપરસાય એટલે સુંદર કોટિનો પ્રસાદ-કપા-ઉપકાર કરવાવાળા છે, તે માટે તેમને નમસ્કાર કરવાથી એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org