________________
૧૪૪
ભવ વધે નહિ, એટલે કે અહીંથી પાછું બીજા ભવમાં ન પડવું પડે તેની ચિંતા છે; એટલે અહીંથી બીજે ભવ તેમને નથી જોઈ તો તેમજ પોતાનાં નિમિત્તથી બીજાનાય ભવ ન વધે એની ચિંતાવાળા હોય છે. એ પણ ભવભીરુતા છે.
આ કારણે ઉપાધ્યાય સુત્રાર્થદાન યથાર્થ કરે છે. એક શબ્દ ઓછો નહિ, એક વધારે નહિ, આડો અવળો કે આઘોપાછો નહિ, આપમતિથી-મતિ કલ્પનાથી કોઈ ન બોલે, અસ્થાને ન બોલે કેમકે સૂત્ર અર્થ વિપર્યાસથી પિતાના ભાવ વધે છે, ને સામાના ય ભવ વધે છે. તેમજ સૂત્ર-અર્થ અયોગ્યને આપે તે ય ભવ વધે છે.
જે શિષ્યની જેટલી પાત્રતા છે તેટલું જ તેને અપાય. કારણ -સમજે છે કે જેમ પાપ કરવાથી ભવ વધે છે. તેમ પાપ કરાવવાથી ય ભવ વધે છે, ગ્યતા ન હોય તોય તેને જે આપે, તો પિલાને પચે નહિ ને અજીર્ણ થાય, એટલે કે એ મળેલા જ્ઞાન પર અભિમાનાદિ કંઈક દોષ સેવે, તે પાપ કરે છે. તે પાપ કરવા કરાવવામાં બનેનાં ભાવ વધી જાય.
આપણે સ્વયં તો રાગદ્વેષથી બચાવાનું છે જ, પણ બીજાને આપણું તેવા વચનના નિમિતે કે આપણું કઈ વર્તનના નિમિતે રાગ-દ્વેષની ઉદીરણ ન થાય તેનું ય ખાસ ધ્યાન રાખવાનું છે,
તેમ જ ધ્યાન રખાય તો આપણે સાચાભવભીર છીએ. શુ-ભવભીર આત્મા પોતાના ભવ ન વધે એની ચિંતાવાળે હોય અને બીજાના ભાવ વધે એની પરવા વિનાનો હેય? ધ્યાનમાં રહે કે આપણે જે બીજાને રવાડે ચઢાવ્યા તો આપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org