________________
૧૪૦
“ગણ ગચ્છ સંધારણે થંભભૂતા, ઉપાધ્યાય તે વંદીયે ચિભૂતા ?
પ્ર-પહેલાં કહ્યું “સૂરિ-ગણને સહાયા અહીં કહે છે ગણી ગ૭ સંધારણે સ્થભભૂતા, એમાં ફરક પડે? ફરક ન હોય તો એનું એ ફરીથી કહેવામાં પુનરુક્તિ નથી!
ઉ –ના, પુનરૂકિત નથી, કારણ કે
પહેલાં ગણું અને ગણના સહાયક કહ્યું તે સામાન્યથી કહ્યું
અહીં ગણી-ગછનું સંધારણ કરવામાં સાવધાન કહ્યું તે વિશેષથી કહ્યું. એટલે એ કથનમાં સામાન્ય વિશેષનો ફરક છે, સહાયક એ સામાન્ય કથન એટલા માટે છે કે સહાયક તે ઉપાધ્યાય સિવાય બીજા પણ હોય છે. દા.ત, વૈયાવચી મુનિ હોય એ પણ ગણી ગણને સહાયક છે. પરંતુ એમને ગણી-ગણુના સંધાણુર કરનારા ન કહેવાય. ત્યારે ઉપાધ્યાય શ્રુત-ધરપણાથી અને શ્રુતદાયકપણથી ગચ્છના સુધારક કહેવાય ગરછના પ્રાણ શ્રતધર્મ અને ચારિત્રધર્મ છે. શ્રતધર્મના પ્રેરક પોષક ઉપાધ્યાય છે. તો શ્રતધર્મ રૂપી પ્રાણના પિષક એ સુધારક કહેવાય.
ઉપાધ્યાય “આત્મપર વિભાજન કરા” છે.
આ વિશેષતા એટલા માટે છેકે ભવિ અને ઉપાધ્યાય જે સત્રાર્થના બોધ આપે છે તેમાં આત્મા અને પર એટલે કે જડ, એનો સચોટ વિભાગ કરી આપે છે. તેથી સામાને આત્મા અને પર અંગેનું સ્વરૂપ નિશ્ચિત થઈ જાય છે, ને તે નિર્ણય થઈ જવાથી જડને રાગ ઓછો થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org