________________
નવપદ પ્રકાર છે, અહીં ગુરૂના ચરણ પકડવાના છે તે એમ સમજીને કે હું તમારા ચરણ કરતાં પણ અધમ છું.” આ ભાવ રાખીને ગુરુનું આલંબન પકડવાનું છે. જેટલું મહત્વ ગુરુવચનનું છે, તેટલાં જ અતિ નમ્રભાવ ને અતિ લઘુભાવ સાથે ગુરુનું આલંબન પકડવાનું છે. આલંબન કરાય એટલે વાતવાતમાં દિલમાં ગુરુ યાદ આવે; ગુરુની ઇચ્છા, ગુરુની સગવડ, ગુરુની બુદ્ધિ, તે પિતાની ઇચ્છા, પિતાની સગવડ, ને પોતાની બુદ્ધિ મનાય, ગુરુની આગળ પોતાની જાતમાં અત્યંત લઘુતા અધમતા લાગે તો જ ગુરુની સાચી મહત્તા માની કહેવાય, “ગુરુસ્તીથ –ગુરુએ તીર્થ છે,-એવું ઈતરશાસ્ત્ર કહે છે, ગુરુની તીર્થની જેમ સેવા કરવી. તીર્થ શા માટે કરાય છે? તીર્થની સેવા કરવા માટે. એમ ગુરુ કરાય તે ગુરુની સેવા કરવા માટે ત્યાં મનમાં પોતાનાં જ્ઞાન, તપ, કે ત્યાગનું જરાક પણ અભિમાન આવી જાય, સ્વાર્થ માયા આવી જાય, તો પછી ગુરુની તીર્થ સમાન સેવા ન થાય; અને જેનામાં લઘુતા નથી, નમ્રતા નથી, તે એવો ભાવ લાવશે કે-“ગુરુ કર્યા છે તે ગુરુ આપણી ખબર રાખે, સંભાળ કરે એટલા માટે તે ત્યાં એ એવું સમજે છે કે “મેં શેાધીને ગુર કર્યા છે એ જોઈને કે આ ગુરુ શિષ્યોને સારા સંભાળે છે. તો મારી પણ સારી સંભાળ કરશે. આવી સમજવાળાએ ગુરુની સેવા કરવા માટે ગુરુચરણ નથી પકડવા. આ અહંભાવ છે, સ્વાર્થમાયા છે, અજ્ઞાન દશા છે.
શાણાને મન “ગુરુ કર્યા તે આજીવન સેવા માટે કર્યા છે. આજ સુધી વિષયાંધેની સેવા કર્યા કરી, હવે એવાની સેવા કરવી છે કે જે વિષય-વિમુખ હેય, એવાની સેવા કરતાં સેવકમાંથી સિદ્ધ બનાય.' કે દુનિયાની સેવા તો સેવક બનાવીને રાખે; પણ ગુરુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org