________________
આચાર્ય-પદ
૧૦૯
સાથે વણી ઢે, કે તે પછી જ્યાં ઊભા થાય ત્યાં “નમે અરિહુ તાણ ” એલાય, પગ ઉપડે ત્યાં ‘નમા અરિહંતાણું” સૂતાં ‘નમા અરિહંતાણં' ઊંઘતા જાગે કે ‘તમેા અર હુંતાણુ ” એલાય, આમ ‘નવકાર ’ હાલતા ને ચાલતાં, મનમાં ને વિચારમાં, શ્વાસમાં ને પ્રાણમાં વણાઈ જાય. તે છે મહામંત્રનું શુભ ધ્યાન. આવુ શુભ ધ્યાન કરે તે આચાય થાય; અથવા આચાય એવા શુભ યાની હાય. આ મહામંત્ર શુભ ધ્યાનીના એક
(
અ
કે
બીજો અર્થ એ છે કે આચાય માટે મહામંત્ર તે સૂરિમંત્ર છે, સૂરિમંત્રને મંત્રાધિરાજ કહે છે, એનું શુભ ધ્યાન કરનારા આચાય હાય. શુભ ધ્યાન થાય તો આ મંત્રાધિરાજને અજપાજાપ ચાલે. ડગલે ને પગલે, દુ:ખ કે સુખમાં, ઉઠતાં કે બેસતાં, આપત્તિ કે સંપત્તિમાં, સન્માનમાં કે અપમાનમાં એનું રટણ સહુજ મની જાય, એવા મહામત્રના શુભ ધ્યાનથી કટ્ટી મનમાં રાગાદિનાં સલેશ ન થાય. આવા મંત્રાધિરાજના શુભધ્યાની ભલા આચાર્ય બનવાનું સૌભાગ્ય આચાય પદ્મના ધ્યાતાને મળે.
નવકાર–મંત્રનું આવું ધ્યાન, કદાચ જીવને આચાય ન મનાવે તાય તે જરૂરી છે. કારણ કે શાસ્ત્ર કહેલ છે કે ચૌદ પૂવીને અંતકાળે, જ્યારે મગજની શક્તિ ઘણી લુપ્ત થઇ ગઇ હેાય ત્યારે, નવકાર જ કામ આવે છે. નવકારનુ શુભ ધ્યાન વારંવાર ને બહુવાર કર્યુ હોય તે તે અંત વખતે નવકાર યાદ આવે. એટલા માટે જીવન જીવતાં નવકારનુ શુભ ધ્યાન એટલે કે પ્રશસ્ત ધ્યાન કરતા રહેવાનુ છે, જેથી અંતિમ સમયે ચિત્ત નવકારમાં લયલીન હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org