________________
આચાર્ય-પદ
૧૦૭ બચાવી લઇ કોધ-દ્વેષ-વાસનાદિ અટકાવે છે.
નદીષણ આચાર્યના શિષ્યને બચાવ :
અનુભવજ્ઞાન માટે મહાપુરુષના ગુણ કે સુકૃતને નજર સામે લાવવાનો કેવો પ્રભાવ પડે છે એ નંદીષણ આચાર્યના ચલિત શિષ્યના દૃષ્ટાન્તથી જુઓ.
શ્રેણિક રાજાના પુત્ર નંદીષેણુએ મહામુનિ અને આચાર્ય બનેલા. તેમના એક શિષ્ય ચલ-વિચલ થયા. સાધુઓ સાથે નંદીષણ આચાર્ય એક ગામથી બીજે ગામ વિચરતા હતા ત્યાં ચલવિચલ થયેલા એક મુનિએ બીજા સાધુને વાત કરેલી,–“ભાઈ, હમણાં હમણાં મારા મનમાં મોહ જાગ્યો છે, વાસનાના વિચાર આવે છે, શું કરું ? ”
મિત્ર સાધુ કહે-“જરા ધીરજ ધરે, ત્યાગ-તપસ્યા વધારે.”
એમ કરતાં કરતાં આચાર્યદેવ સાથે રાજગૃહી પધાર્યા. ઘણા ઘણા લોકો આવ્યા, તેમાં નંદીષેણની સંસારિપણાની આઠ પત્નીઓ આવી. એ મૂળ મોટા રાજાઓની અતિ સૌંદર્યવાન અસરાશી કુમારીઓ હતી. વળી રાજશાહી કિંમતી ડ્રેસ પહેરેલ! ત્યારે પેલા મિત્ર સાધુએ ચલવિચલ મનવાળા સાધુને કહ્યું : “જે આ આવી છે, તે આચાર્ય ભગવંતની પૂર્વ પત્નીઓ જાણે સ્વર્ગમાંથી ઊતરેલ અસરાઓ છે ને? આવી દેવાંગનાઓ જેવીને પણ છોડીને આપણું આચાર્ય મહારાજ નીકળી ગયા છે ! તો તું શાની ઝંખના કરી રહ્યો છે? તું સંસારમાં જાય તો તેને કેવી મળવાની? આવી આઠ શું, એક પણ મળશે ખરી? આ જો આચાર્ય મહારાજનાં ચક્ષુ!.. જાય છે તેમની ત્યાં દષ્ટિ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org