________________
પ્રશ્ન - ૧૧ - સંક્રમકરણની ૧૬ મી ગાથામાં સાસ્વાદન સમ્યક્વીને ૨૧ ના પતસ્રહમાં ૨૧ નું સક્રયસ્થાન કહ્યું છે તે શી રીતે સમજવું? ઉત્તર - ૧૧:- ઉપશમસન્ધી જીવ અનંતાનુબંધી કષાયોના ઉદયથી સાસ્વાદને આવે છે, એટલે બીજે ગુણઠાણે અનંતાનુબંધીનું પ્રાચીન દલિક હોવું જ જોઇએ, અને તેથી એનો પણ સંક્રમ થવાથી ૨૧માં ૨૫ નું સંક્રમસ્થાન મળવું જોઇએ, પણ ૨૧ નું નહીં એવો આ પ્રશ્નનો આશય છે.
“સંક્રમકરણની ૧૨થી ૨૨ ગાથાઓ પર ચૂર્ણિ છે નહીં, તેથી જણાય છે કે આ ગાથાઓ ચૂણિને અનુસરીને ભાગ્યકારે બનાવેલી છે.” આ પ્રમાણે ટીપ્પણકારે ખુલાસો કરેલ છે. વળી ચૂર્ણિકારે પણ ૨૪ ની સત્તાવાળાને ૨૧ માં ૨૧ નું સંક્રમસ્થાન કહે છે. એટલે આ પ્રરૂપણા, જે આચાર્યો એમ માને છે કે અનંતાનુ ના ઉદય વિના પણ અન્ય કષાયોના તીવ્ર ઉદયથી બીજે ગુણઠાણે આવી શકાય છે તેઓના મતે જાણવી.
તેમ છતાં કર્મપ્રકૃતિકારને આ મત માન્ય નથી એવું નથી. કેમકે ઉપશમનાકરણ ૩૧ મી ગાથામાં અનંતાનુ ની ઉદ્વેલના (વિસંયોજના) જ થાય છે પણ અંતર કે ઉપશમ થતા નથી એમ જણાવ્યું છે. વળી ઉપશમણિના પ્રતિપાતમાં કો કજીવ સાસ્વાદને પણ જાય છે એમ ઉપશમનાકરણની દર મી ગાથામાં જણાવેલ છે. એટલે જો અનંતાનુ0ના ઉદયે જ સાસ્વાદને અવાતું હોય તો અનંતાનુ વિસંયોજક ઉપશમણિથી પડતાં સાસ્વાદને શી રીતે આવી શકે? માટે અન્ય કષાયોના અનંતાનુબંધી જેવા તીવ્ર ઉદયથી પણ સાસ્વાદને આવી શકાય એવું કર્મપ્રકૃતિકારને પણ અમાન્ય નથી એ જાણવું. (ક્યાયપ્રાભૃતાચૂર્ણિકારનો પણ આવો જ અભિપ્રાય છે.) એવા જીવને પ્રથમ આવલિકામાં અનંતાનુ નવું જ બંધાયેલ હોવાથી અને એ એની બંધાવલિકા હોવાથી એનો સંકમહોતો નથી. માટે ૨૧ નું સંક્રમસ્થાન મળે છે. પ્રશ્ન - ૧ર :- નિદ્રાદ્ધિકનો જઘન્ય સ્થિતિસંક્રમ આવલિકાના અસંખ્ય ભાગથી અધિક બે આવલિકા સ્થિતિ શેષ રહી હોય છે ત્યારે કેમ થાય છે? ઉત્તર -૧ર :- કર્મપ્રકૃતિ ચૂર્ણિ - વૃત્તિ બનેમાં તથાસ્વભાવે જ આટલી સ્થિતિ શેષ હોય ત્યારે સૌથી ઉપરની એક સ્થિતિની અપવર્તના થઇનીચેના આલિકાના સમયાધિકત્રીજા ભાગમાં નિક્ષેપથાય છે એમ જણાવ્યું છે. પણ જ્ઞાનાવરણીયાદિની જેમ સમયાધિક આવલિકાશે એ એકઉપરની સ્થિતિની અપવર્તના થાય છે એમ કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org