________________
કંડકો છે એના કરતાં એક અધિક સ્થિતિ ૩ પછી બાકી હોય છે અને એટલી સ્થિતિઓ બાદ 4 નું પ્રથમ કંડક પૂર્ણ થાય છે.
તેથી આ નિશ્ચિત થયું કે તિર્યચકિ, નીચગોત્ર, ત્રસચતુષ્ક અને પંચેન્દ્રિય જાતિમાં આક્રાન્ત પછીની અનાકાન્તના પ્રથમકંડકનો જે અસંખ્યમો ભાગ છોડવાનો હોય છે તે, આક્રાન્તસ્થિતિઓમાં જેટલા કંડકો હોય તેના કરતાં એક અધિક કરવાથી જે જવાબ આવે એટલા સમય પ્રમાણ છોડવો.
ઉપરોક્ત તીવ્રતામંદતામાં આક્રાન્તના તવ ના) છેલ્લા કંડકની છેલ્લી સ્થિતિના ઉત્કૃષ્ટ બાદ, જો, 1 ના પહેલા કંડક્ની છેલ્લી સ્થિતિના જઘન્યના બદલે (એ આ પૂર્વે કહેવાઈ ગયો છે એમ માનીને) ના બીજા કંડકની પહેલી સ્થિતિનો ઘન્ય કહેવાનો હોય તો આ પ્રવૃતિઓમાં આક્રાન્તમાં જેટલા કંડકો હોય એટલા સમય પ્રમાણ જ અસંખ્યમો ભાગ છોડવો પડે, એમાં ૧ ઉમેરવો ન પડે. પણ એ યોગ્ય નથી, કારણકે, - (૧) તો પછી તેના બીજા કંડકની પહેલી સ્થિતિનો જઘન્ય કહ્યા પછી જ ના પહેલા કંડકની પહેલી સ્થિતિનો ઉત્કૃષ્ટ આવશે. આનો અર્થ એ થશે કે ના બીજા કંડકની પહેલી સ્થિતિમાં પણ તેના પહેલા કંડકની પહેલી સ્થિતિના કેટલાક સ્થાનો ખેંચાયા છે. આવું જ ઉત્તરોત્તર દરેક સ્થિતિ માટે થવાથી દરેકની અનુકૃષ્ટિ કંડક પ્રમાણ સ્થિતિઓના બદલે કંડક + ૧ પ્રમાણ સ્થિતિઓમાં ચાલે છે એમ માનવાની આપત્તિ આવે છે.
અને (૨) બીજા કંડની પહેલી સ્થિતિના જઘન્ય બાદ પહેલા કંડકની પ્રથમસ્થિતિનો ઉત્કૃષ્ટ આવે છે એટલે પહેલા કંડની ચરમસ્થિતિના જઘન્ય બાદ તો એની પણ પૂર્વનો ઉત્કૃષ્ટ આવશે. આ રીતે આગળ જતાં જતાં છેવટેચરમકંડની ચરમસ્થિતિના જઘન્ય બાદ ચરમકંડની પહેલી સ્થિતિનો ઉત્કૃષ્ટ ન આવતાં એ પૂર્વનો ઉત્કૃષ્ટ આવશે, અને એ ઉત્કૃષ્ટ બાદ બીજા કંડક પ્રમાણ ઉત્કૃષ્ટ ક્રમશ: આવશે એટલે, ઉપઘાત વગેરેમાં જેમ છેલ્લે કંડક પ્રમાણ સ્થિતિઓના ઉત્કૃષ્ટ રસ કહેવાના હોય છે એના બદલે અહીં છેલ્લે કંડક +૧ પ્રમાણ સ્થિતિઓના ઉત્કૃષ્ટ રસ નિરંતર કહેવાની આપત્તિ આવશે જે યોગ્ય નથી.
એટલે તિર્યચકિક વગેરેમાં, આકાન સ્થિતિઓમાં આવતા કંડકોની સંખ્યા કરતાં એક અધિક જેટલા સમય પ્રમાણ અસંખ્યમો ભાગ છોડવો ઉચિત છે.
બંધનકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org