________________
યોગસ્થાનોના નંબર ક્યાં આવે?
ઉત્તર - ૯ :- મૂળકાર કે ચૂર્ણિકારે આની કોઇ પ્રરૂપણા વિશેષરૂપે કરી નથી. તેમ છતાં, લબ્ધિ અને કરણ ઉભયપર્યાપ્ત બેઇન્દ્રિયના જઘન્ય યોગનો નિર્દેશ કરતી વખતે ચૂર્ણિકારે આ પ્રમાણે જણાવ્યું છે કે · તતો હિટ્ટિત્તા ટાળા તદ્વિપનત્તÆ રોળ अपज्जत्तगस्स भवंति । ततो बेइन्दियपज्जत्तगस्स जहन्नओ जोगो असंख्यगुणो ॥ '
.
એટલે જણાય છે કે લબ્ધિ પર્યાપ્ત બેઇન્દ્રિય, તેઇન્દ્રિય....યાવત્સંજ્ઞીપંચેન્દ્રિય જીવોના અપર્યાપ્ત અવસ્થાના ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ તરફના કેટલાક યોગસ્થાનો, અલ્પબહુત્વમાં લબ્ધિ અપર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય ના ઉત્કૃષ્ટ યોગસ્થાનનું જે ૧૮મું પદ છે અને લબ્ધિ-કરણ પર્યાપ્ત બેઇન્દ્રિયના જઘન્ય યોગસ્થાનનું જે ૧૯ મુંપદ છે તે બેની વચમાં હોય છે.
લબ્ધિ પર્યાપ્ત બેઇન્દ્રિયથી સંજ્ઞી પંચેન્દ્રિય સુધીના બધા જીવોના અપર્યાપ્ત અવસ્થા ભાવી ઉપરના કેટલાક યોગસ્થાનોનો સમાવેશ અહીં જ જાણવો, પણ એવું ન માનવું કે કરણ અપર્યાપ્તબેઇન્દ્રિયના યોગસ્થાનો કરણપર્યાપ્ત બેઇન્દ્રિયના જઘન્ય યોગસ્થાન પૂર્વે' (એટલે કે ૧૮, ૧૯ ની વચમાં), એમ કરણ અપર્યાપ્ત તેઇન્દ્રિયના યોગસ્થાનો કરણપર્યાપ્ત તેઇન્દ્રિયના જઘન્ય યોગસ્થાન પૂર્વે (એટલે કે ૧૯, ૨૦ની વચમાં).... એમ ચાવત કરણ અપર્યાપ્ત સંજ્ઞીપંચેન્દ્રિયના યોગસ્થાનો કરણપર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયના જઘન્ય યોગસ્થાન (૨૩) પૂર્વે અને કરણપર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિયના જઘન્ય યોગસ્થાન (૨૨) પછી (એટલે કે ૨૨, ૨૩ ની વચમાં) હોય છે આવું ન માનવું.
આવું ન માનવાનું કારણ એ છે કે આગળ પ્રદેશવહેંચણીનું જે અલ્પબહુત્વ આપ્યું છે તેમાં અસંગતિ ઊભી થાય છે. તે આ રીતે, જઘન્ય પદે પ્રદેશવહેંચણીના અલ્પબહુત્વમાં દેવગતિનામકર્મ કરતાં નરકગતિનામકર્મને અસંખ્ય ગુણ દલિકો કહ્યા છે. આવું કહેવાનું કારણ એ છે કે દેવગતિ સમ્યક્ત્વી જીવોને અપર્યાપ્ત અવસ્થામાં પણ બંધાઇ શકે છે, જયારે નરકગતિ તો પર્યાપ્ત અવસ્થામાં જ બંધાય છે. એટલે સમ્યક્ત્વી મનુષ્યને ભવ પ્રથમસમયે સંભવિત જઘન્ય યોગે બંધ થાય ત્યારે દેવગતિના ભાગે જે દલિક આવે એ એનું જઘન્ય દલિક હોય છે. નરકતિ તો પર્યાપ્ત અવસ્થામાં જ બંધાય છે. તેથી લબ્ધિ પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત અવસ્થામાં સંભવિત જે જઘન્ય યોગેનરકપ્રાયોગ્ય બંધ કરે ત્યારે નરકગતિના ભાગે
કર્મપ્રકૃતિ
પ્રશ્નોત્તરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org