________________
જો આંતરાનાં સ્થાનોની સંખ્યા સ્થિર રાખવી હોય. એટલે કે, પ્રથમ દ્વિગુણવૃદ્ધ સ્થાન પહેલાં આંતરામાં ૯ સ્થાનો હોય તો પછી પણ બીજા ગયા પછી દ્વિગુણવૃદ્ધ સ્થાન આવી જાય, તો, પ્રતિયોગ સ્થાન સ્પર્ધકોની વૃદ્ધિ દ્વિગુણ હોવી જોઇએ. ૧૧ મા યોગસ્થાનકમાં ૨૦૦૦ સ્પર્ધકો છે. ત્યારબાદ જો ૨૦૦ - ૨૦૦ સ્પર્ધકો વધવા માંડતો ૨૧મા યોગ સ્થાનકમાં ૪૦૦૦ સ્પર્ધકો થઇ જવાથી એ દ્વિગુણ વૃદ્ધ બની જાય. તેથી આંતરું સ્થાનોનું સ્થિર રહે.
આ બેમાંથી કઇ વાસ્તવિક્તા છે યા ત્રીજી જ કોઇ વાસ્તવિક્તા છે એ સંશોધનાઈ છે. તેમ છતાં, સ્થિતિનિકોમાં આંતરાનો આયામ (આંતરાના સ્થાનો નું પ્રમાણ) સ્થિર જણાવ્યો છે અને દલિકોની જ વધુ વધુ હાનિ જણાવી છે એમ અહીં પણ આંતરામાં આવતા સ્થાનોનું પ્રમાણ સ્થિર હોવું સંભવે છે. પ્રશ્ન-૬ :- યોગસ્થાનોમાં અવસ્થાનકાળ સમય, ૫ સમય... યાવત સમય સુધીનો બતાવ્યો છે. આમાં સહુ પ્રથમ યોગસ્થાનનો કાળ ૪ સમય દર્શાવ્યો છે તે પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદનું સર્વજઘન્યયોગ સ્થાન લઇ આગળ આગળ અન્યજીવોનાં ઉપર ઉપરનાં યોગસ્થાનોલેતાં લેતાં છેલ્લું સમયકાળવાળું યોગસ્થાન તરીકે સંક્ષી પર્યાપ્ત પંચેન્દ્રિયનું યોગસ્થાન લેવું. આમ બધા જીવોનાં યોગસ્થાનોનો આ જ થી ૨ સમયગાળા યોગસ્થાનોની એકજ સ્થાપનામાં સમાવેશ થઈ જાય છે કે અમુક જીવ પ્રકારના સંભવિત જઘન્ય યોગસ્થાનથી પ્રારંભ કરી (૪ સમય) એ જ જીવ પ્રકારના ઉત્કૃષ્ટ યોગસ્થાન સુધી (ર સમય) એક સ્થાપના. બીજા જીવપ્રકારના જઘન્યથી એના ઉત્કૃષ્ટ સુધીની એક અલગ સ્થાપના. એમ જુદી જુદી સ્થાપના કરવાની હોય છે? ઉત્તર ૬:- દરેક જીવભેદ માટે એ જુદી-જુદી જાણવાની –
એટલે કે દરેક જીવભેદના અપર્યાપ્ત અવસ્થાભાવી યોગસ્થાનો એક – એક સમય અવસ્થાન વાળા હોય છે. પર્યાપ્ત અવસ્થામાં સંભવિત જઘન્યથી કેટલાંક યોગસ્થાનો જ સમય અવસ્થાનવાળા હોય છે, પછીનાં કેટલાક યોગસ્થાનો ૫ સમય અવસ્થાનવાળાં છે. એમ થાવ એ જ જીવભેદના સંભવિત ઉત્કૃષ્ટ તરફના યોગસ્થાનો ૨ સમય અવસ્થાનવાળાં છે. આવું સૂકમ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય, બેઇન્દ્રિય વગેરે દરેક જીવભેદો માટે સ્વતંત્ર જાણવું. અન્યથા, એકેન્દ્રિયને પર્યાપ્ત અવસ્થામાં આવતાં (અને તેથી જ સમય વગેરે
બંધનકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org