________________
સતાવિધિ
૧૦૭
આવલિકા શેષ રહે છે. એના સમય જેટલા સત્તાસ્થાનો નિરંતર મળે છે યાવત્ છેલ્લે ૧ સ્થિતિ શેષ રહે છે, જે જઘન્ય સ્થિતિસત્તાસ્થાન હોય છે.
અનુભાગસરા
સ્થાન, પ્રત્યય, વિપાક, શુભ-અશુભ, ભેદ સાદિ-અનાદિ કવામિત્વ વગેરે બધું અનુભાગસંક્રમ પ્રમાણે જાણી લેવું. વિશેષતા એ છે કે - મતિ- શ્રુત - અવધિજ્ઞાના, ચક્ષુ-અચક્ષુ-અવધિદર્શના, સંજવા, વેદ, ૫ અંતરાય- આ ૧૮ કર્મોની જઘ૦ અનુભાગસરા એક ઠાણીયો રસ દેશઘાતી મળે છે. સભ્ય મોહનીયની જઘ અનુભાગસરા પણ ૧ઠારસદેશઘાતી હોય છે.
મન:પર્યવ જ્ઞાનાની જઘડ અનુભાગસરા સ્થિાનિક દેશઘાતી મળે છે.
૩ શાના ૩ દર્શના. ૫ અંતરાય - આ ૧૧ નો જઘ, અનુભાગસંક્રમ બે ઠણીયો સર્વઘાતી હોય છે. તેમ છતાં ચરમસમયે બીજા કોઇ નિષેકનું દલિક સત્તામાં નથી, અને ચરમ નિષેકનું વધારે રસવાળું દલિક ઉદયને સમાન અનુભાગવાળું થઈને ઉદયમાં આવે છે, ઉદય ૧ ઠા. રસનો હોય છે. માટે ચરમસમયે અનુભાગસરા ૧ઠારસની મળે છે. (પણ ત્યારે સંખમ હોતો નથી) સ્ત્રીવેદ અને નપુંવેદ માટે પણ આ જ વાત જાણવી. બીજી સ્થિતિનું દલિક સંકગમાણે સકાન્ત ન્યાયે સંકમી ગયું છે. અને ઉદયસમયનું દલિક ઉદયસમાન ૧ ઠા અનુભાગવાળું થઈને આવે છે, માટે ૧ઠા. રસની સત્તા ચરમસમયે હોય છે.
મન:પર્યવ જ્ઞાનાવરણમાં તથાસ્વભાવે જ મન:પર્યવજ્ઞાનીને પણ ચરમસમયે પણ બે ઠા. દેશઘાતી રસનો જ ઉદય હોય છે. તેથી એ નિષેકમાં રહેલ વધારે રસવાળું દલિક પણ એટલા અનુભાગવાળું થઈને ઉદયમાં આવવાથી ૧ ઠા. રસની સત્તા મળતી નથી.
સમ્ય, પુવેદ,સંજવ આ છ નો તો જ. અનુભાગસંક્રમ પણ ૧ઠા. દેશઘાતી હોય છે.
અહીં એ પણ નોંધનીય છે કે અનુભાગસરા અનુભાગસંકમવત્ જાણી લેવી” એવો સામાન્ય અતિદેશ હોવાછતાં અને બન્મનુષાયુ, તિર્યંચાયુ અને આતપ આ ૩ નો તથાસ્વભાવે ક્રિસ્થાનિક રસસંક્રમ જ હોય છે એમ સંકમાધિકારમાં કહ્યું હોવા છતાં, પણ સત્તા તો રિસ્થાનિક-ચતુસ્થાનિક રસની પણ જાણવી, કેમકે એનો બંધ બંધશતકમાં કો છે.