________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
૭૫ બન્નેમાં ધ્રુવબંધીના સ્વપ્રાયો જઘ૦ સ્થિતિબંધથી પ્રારંભ કરી ઉત્તરોત્તર સ્થિતિમાં વિશેષાધિક વિશેષાધિક જીવો સાગરો, શતપૃથક્ત સુધી કહેવા, ત્યાં યવમધ્યમ આવે અને ત્યારબાદ ઉત્તરોત્તર સ્થિતિમાં વિશેષહીન વિશેષહીન જીવો સાગરો શતપૃથક્ત સુધી (તસ્નાયોગ્ય ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધી) કહેવા. પરંપરોપનિધા
પલ્યોનું જે વર્ગમૂળ... એવા અસં. વર્ગમૂળો (axVP=P/a) જેટલા સમય પછીનું જે સ્થિતિસ્થાન આવે તેના બંધક જીવો દ્વિગુણવૃદ્ધ હોય છે. આ રીતે યવમધ્યમ સુધી જવું. ત્યારબાદ એટલા જ આંતરે આંતરે દ્વિગુણહાનિના સ્થાનો આવે છે. દ્વિગુણ વૃદ્ધિ– હાનિના સ્થાને (પ્રત્યેક) VP/a અલ્પબહુત- દ્વિગુણવૃદ્ધિહાનિના સ્થાનો + અલ્પ VP/a
પ્રત્યેક દિગુણ વૃદ્ધિ-હાનિ વચ્ચે આંતરાના સ્થાનો + અસં ગુણ axVP
અનાકાર ઉપયોગમાં પરાશુભ કે અશુભ બન્નેનો બે ઢાણિયો રસ જ બંધાય છે. સાકાર ઉપયોગમાં બન્નેનો રઠા, ૩ઠા કે ૪ઠા રસ બંધાય છે. ૧. પ્રશ્ન- જ્યારે શુભનો ર ઠા. રસ બંધાય છે ત્યારે અશુભને ૪ઠા બંધાય છે. એટલે શુંભની
અપેક્ષાએ અનાકારોપયોગ માનવો પડે અને અશુભની અપેક્ષાએ સાકારોપયોગ
માનવો પડે. એક જ સમયે આ બન્ને ઉપયોગ કેવી રીતે હોય શકે ? ઉત્તર– ઉપયોગનું પ્રતિપાદન બે પ્રકારે છે. (૧) પદાર્થના સામાન્ય કે વિશેષ બોધ કરાવનાર
અનાકાર-સાકાર ઉપયોગ સ્વરૂપ અને (૨) કષાયોની વિશેષ પ્રકારની પરિણતિ સ્વરૂપ ઉપયોગ કે જે સ્થિતિબંધ-રસબંધમાં ભાગ ભજવે છે. પ્રસ્તુતમાં પ્રથમ પ્રકારના ઉપયોગની વિવક્ષા નથી કે જેથી યુગપ૬ બે ઉપયોગ માનવાનો વિરોધ આવે. બીજા
પ્રકારના સાકાર-નિરાકાર ઉપયોગ યુગપદ્ હોવામાં કોઈ વિરોધ નથી. પ્રશ્ન- કષાય પરિણતિમાં ઉપયોગપણું શું છે અને સાકારત્વ-નિરાકારત્વ શું છે ? ઉત્તર- સ્થિતિબંધ-રસબંધ સ્વરૂપ સ્વકાર્ય કરવાપણું એ જ તેનો ઉપયોગ છે. જે
કષાયપરિણતિ રસબંધસ્વરૂપ સ્વકાર્ય અત્યંત અનુત્કટ = સામાન્ય કરે છે એ અનાકાર ઉપયોગ... અને જે કષાયપરિણતિ આકાર = વિશેષ = વિશિષ્ટ રસબંધકત્વથી યુક્ત હોય છે તે સાકારઉપયોગ કહેવાય છે. પ્રસ્તુતમાં આવા સાકાર અનાકાર ઉપયોગની વાત હોવાથી કોઈ વિરોધ નથી. આગળ ૨૨ બોલના અલ્પબદુત્વમાં જે મિશ્ર ઉપયોગ કહ્યો છે ત્યાં પણ આ જ રીતે સમાધાન જાણવું. આવા શંકા-સમાધાન ચૂર્ણિની ટીપ્પણમાં આપેલા છે. આ અંગે કર્મપ્રકૃતિ-ભાગ-૩ પ્રશ્નોત્તરી, બંધનકરણ પ્રશ્ન.નં. ૬૫ જોવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org