________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
તૃતીયવર્ગ પરાવર્તમાન શુભ... શાતા પ્રમાણે ૧૬
ચતુર્થવર્ગ પરાવર્તમાન અશુભ... અશાતા પ્રમાણે ૨૮ આ પ્રકૃતિઓ પરાવર્તમાન હોવાના કારણે... શાતાનો બંધ હોય ત્યારે અશાતાનો હોતો નથી. પરસ્પરના બંધને દબાવીને પોતાનો બંધ દેખાડે છે. જેટલી સ્થિતિઓમાં આ પ્રમાણે વારાફરતી બંધ થાય છે તે સ્થિતિઓને આક્રાન્તસ્થિતિઓ કહે છે.
દા.ત. અશાતાની છઠ્ઠા ગુણઠાણે જે અંતઃકો.કો જધ॰ સ્થિતિ છે ત્યાંથી માંડી શાતાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૫ કોકો સુધીની સ્થિતિઓ આક્રાન્ત છે, એટલે કે આ સ્થાનોમાં બન્ને પ્રકૃતિઓ વારાફરતી બંધાઈ શકે છે. ઉક્ત અંતઃ કોકોની નીચે અશાતા બંધાતી નથી અને ૧૫ કોકોની ઉપર શાતા બંધાતી નથી. તેથી એ ઉપર નીચેની સ્થિતિઓ અનાક્રાન્ત કહેવાય છે. શુદ્ધ કહેવાય છે. એની અનુકૃષ્ટિ ઉપઘાત પ્રમાણે તદેકદેશાન્ય જાણવી. અંતઃકોકોની નીચે અપૂર્વકરણ પ્રાયોગ્ય જઘબંધ સુધીની શાતાની સ્થિતિ પણ અનાક્રાન્ત હોવાથી પરાધાતની જેમ તદેકદેશાન્ય અનુકૃષ્ટિ જાણવી. (અશાતા સિવાયની પ્રકૃતિઓમાં પ્રાયઃ જધ॰ તરીકે અભવ્ય પ્રાયોગ્ય અંતઃકોકો લઈ પ્રારંભ કરવો.) આક્રાન્તસ્થિતિઓમાં અનુકૃષ્ટિ
અશાતાના જધ૰સ્થિતિસ્થાનમાં જે અધ્યસ્થાનો હોય છે તે બધા સમયાધિક સ્થિતિસ્થાનમાં પણ હોય છે (જ્ઞાન). તેમજ આ બીજા સ્થિતિસ્થાનમાં નવા પણ થોડા અધ્યસ્થાનો ઉમેરાય છે (અન્યાનિ). માટે આ તાત્તિ-અન્યાનિ અનુકૃષ્ટિ કહેવાય છે. આ જ રીતે ઉત્કૃષ્ટ આક્રાન્તસ્થિતિસ્થાન સુધી જાણવું. એટલે કે સર્વત્ર જધ॰ અધ્યસ્થાન એક જ હોય છે. (નીચેના કોઇ અધ્યસ્થાનો છૂટતા નથી.) અને ઉત્કૃષ્ટ અધ્ય૰ વધતું વધતું જાય છે. (તેથી ઉત્તરોત્તર અધ્યવસ્થાનો V-V થતાં જાય છે.) તેથી જઘ૦ સ્થિતિની અનુકૃષ્ટિ આ સર્વત્ર સ્થિતિઓમાં તો મળે જ છે, પણ તે ઉપરાંત પણ પલ્યોના અસંમાં ભાગ સુધી આગળ વધે છે. ૧૫ કોકો૦ બાદ ઉપઘાતની જેમ તદેકદેશાન્ય અનુકૃષ્ટિ હોય છે.
શાતાવેદનીય વગેરે શુભ પ્રકૃતિઓમાં પણ આ જ પ્રમાણે જાણવું, પણ ઉલટું. એટલે કે ૧૫ કોકોના ઉત્કૃષ્ટસ્થાનથી પ્રારંભ કરી નીચે નીચે આવવું. અંતઃ કોકો સુધી જવ૰સ્થાન એ જ રહેશે અને ઉત્કૃષ્ટસ્થાન વધતું જશે. તેથી તાત્તિ-અન્યનિ. ત્યારબાદ પરાઘાત પ્રમાણે તદેકદેશાન્ય. ઉત્કૃષ્ટની અનુકૃષ્ટિ અંતઃકોકો બાદ પણ P/a સુધી નીચે જશે. આ P/a કેટલો હોય છે ? તો કે નિવર્તનકંડકમાંથી એનો એક અસંમો ભાગ બાદ કરીએ એટલો હોય છે. શાતા-અશાતાની આક્રાન્તસ્થિતિઓમાં જેટલા નિવર્તનકંડકો હોય એટલા સમયો નિવર્નનકંડકના સમયોમાંથી બાદ કરવાથી જે P/a બાકી રહે એટલો હોય છે. આ વાત તીવ્રતા-મંદતામાં સ્પષ્ટ થશે.
Jain Education International
૫૫
For Private & Personal Use Only
www.jainelibrary.org