________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
રસબંધના અધ્યવસાયોની અનુકૃષ્ટિ
ઉત્તરોત્તર સ્થિતિબંધસ્થાનમાં જે અસંશ્લોક પ્રમાણ અધ્યવસાયો હોય છે તે બધા જ કાંઈ સાવ નવા નથી હોતા. પૂર્વ પૂર્વના સ્થિતિબંધસ્થાનમાં જે અસંલોકપ્રમાણ અધ્યહતા, તેમાંના જ ઘણા કે બધા આ ઉત્તરના સ્થિતિબંધસ્થાનમાં રીપીટ થાય છે (તેમજ અન્ય થોડા નવા વધારાના આવે છે.) આમ પૂર્વ પૂર્વના સ્થિતિબંધસ્થાનોમાં રહેલા અધ્યવસાયો ઉત્તર-ઉત્તરના સ્થિતિબંધ સ્થાનોમાં જે ખેંચાય છે એ અનુકૃષ્ટિ કહેવાય છે. કેટલા કેટલા સ્થિતિબંધસ્થાનો સુધી તે તે સ્થિતિબંધસ્થાનના અધ્યવસાયોની અનુકૃષ્ટિ થાય છે (અધ્યવસાયો ખેંચાય છે) એની અહીં વિચારણા છે.
ગ્રન્થિદેશે રહેલા સંશી પંચે અભવ્ય જીવને જે જઘ૦ સ્થિતિબંધ થાય છે, પ્રાયઃ કરીને ત્યાંથી આરંભીને પછી પછીના સ્થિતિબંધસ્થાનોમાં થતી રસબંધના અધ્યની અનુકૃષ્ટિની અહીં પ્રરૂપણા છે. એનાથી ઓછો બંધ કરતાં એકેથી અસંજ્ઞી પંચે૦ સુધીના જીવોને સ્થિતિબંધ સ્થાનોમાં તેમજ ૯મે ગુણઠાણે જ્યાં કરોડ સાગરો કે એથી ઓછો સ્થિતિબંધ થાય છે તેમાં અનુકૃષ્ટિનું સ્વરૂપ ગ્રંથકારે કહ્યું નથી. શાતા, મનુ૦૨, દેવ૦૨ તિ૦૨, પંચે॰, ત્રસચતુ॰, પ્રથમ સંઘ૦-સંસ્થાન, શુભખગતિ, સ્થિરષટ્ક, ગોત્રદ્વિક આ ૨૩ પ્રકૃતિઓમાં ઉક્ત જઘ૦ સ્થિતિબંધ કરતાંય નીચેથી અનુકૃષ્ટિની વિચારણા છે.
૧૧
જે જે પ્રકૃતિઓની અનુકૃષ્ટિ અને તીવ્રતા-મંદતા તુલ્ય હોય છે તે તે પ્રકૃતિઓના ગ્રંથકારે વર્ગ બનાવ્યા છે. આવા ૪ વર્ગો છે.
(૧) અપરાવર્તમાન અશુભ-ઉપઘાત+૪પઘાતી+અશુભવર્ણાદિ ૯=૫૫ (૨) અપરાવર્તમાન શુભ- ૫ શરીર+૩ ઉપાંગ+૧૫ બંધન+૫ સંઘાતન+૧૧ શુભવર્ણાદિ+ઉપઘાત વિનાની ૭ પ્રત્યેક=૪૬ સ્થિરષટ્ક+દેવ-૨+મનુ૦-૨+પંચે૦+૧લું સંઘ૦+૧લું સંસ્થાન+શુભખગતિ+શાતા+ઉચ્ચગોત્ર=૧૬
(૩) પરાવર્તમાન શુભ
(૪) પરાવર્તમાન અશુભ
સ્થાવર ૧૦+પસંઘ+પસંસ્થાન+જાતિચતુષ્ક+
નરકઢિક+મુખગતિ+અશાતા=૨૮
(તિ॰ ૨, નીચગોત્ર, ત્રસચતુષ્ક આ ૭ પ્રકૃતિઓની અનુકૃષ્ટિ-તીવ્રતા મંદતા, જુદી જુદી સ્થિતિઓએ, પરાવર્તમાનતા-અપરાવર્તમાનતાની વિલક્ષણતા ઉપર-નીચે હોવાથી, વિલક્ષણ હોવાના કારણે આ વર્ગોમાં સમાવેશ નથી, પણ સ્વતંત્રપણે એ કહેવાશે. પંચે૰ જાતિની પણ ત્રસચતુ॰ મુજબ જાણવી.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org