________________
૫૦
બંધનકરણ
સ્થિતિસ્થાન- અધ્યવસાયસ્થાન
પ્રત્યેક સ્થિતિસ્થાનમાં તબંધકારણભૂત કષાયોદયના સ્થાનો અસં લોક પ્રદેશ પ્રમાણ હોય છે. આ એકેક કષાયોદયના સ્થાનમાં અસંશ્લોકપ્રમાણ લેગ્યાઓ હોવાથી વેશ્યાજન્ય પરિણામો એટલે કે રસબંધના નિમિત્તભૂત અધ્યવસાયો પણ અસંશ્લોક પ્રમાણ હોય છે.
કષાયોદયસ્થાનોમાં રસબંધના અધ્યવસાયની વૃદ્ધિ -
(અ) અનંતરોપનિધા- જઘ૦ કષાયોદયસ્થાનમાં રસબંધના અધ્યવસાયો અલ્પ હોય છે. તે પછીના કષાયોદયસ્થાનમાં તે વિશેષાધિક હોય છે. આ રીતે યાવત્ ઉત્કૃષ્ટ કષાયોદય સ્થાન સુધી વિશેષાધિક વિશેષાધિક જાણવા.
(બ) પરંપરોપનિધા– જઘ૦ કષાયોદયથી અસંશ્લોકપ્રમાણ કષાયોદયસ્થાનો ઓળંગી ઓળંગીને દ્વિગુણવૃદ્ધિવાળા સ્થાનો આવે છે. આવા દ્વિગુણવૃદ્ધિવાળા સ્થાનો આવલિકાના અસંમાભાગ પ્રમાણ છે.
આ વાત અશુભ ૮૭ પ્રકૃતિઓ માટે સમજવી. ૬૯ શુભપ્રકૃતિઓ માટે આનાથી વિપરીત જાણવું.
આ જ રીતે સ્થિતિસ્થાનકોમાં રસબંધના અધ્યનો વિચાર કરવો. તે આ રીતે- શુભપ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં રસબંધના અધ્યo અલ્પ છે. સમયજૂન ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં તે વિશેષાધિક છે... એમ યાવત્ જઘ૦ સ્થિતિબંધ સુધી વિશેષાધિક વિશેષાધિક જાણવું. અશુભમાં આનાતી વિપરીત જાણવું. એટલે કે જઘ૦ થી શરૂ કરી ઉત્કૃષ્ટ તરફ વિશેષાધિક-વિશેષાધિક હોય છે. પલ્યોના અસંમા ભાગ જેટલા સ્થિતિસ્થાનો ઓળંગ્યા પછી દ્વિગુણવૃદ્ધિના સ્થાનો આવે છે. દ્વિગુણવૃદ્ધિના કુલસ્થાનો આવલિકાના અસંભાભાગ પ્રમાણ છે.
પણ ચારેય આયુષ્યના સ્થિતિસ્થાનોમાં રસબંધના અધ્યનું અલ્પબદુત્વ આવું છે + સર્વજઘ૦ સ્થિતિબંધમાં અલ્પ, સમયાધિક સ્થિતિસ્થાનમાં અસગુણ. એમ થાવત્ ઉત્કૃસ્થિતિબંધ સુધી અસગુણ અસં ગુણ જાણવું. ૧. સમ્યમોહનીય અને મિશ્રમોહનીય બંધાતા ન હોવાથી એની અહીં વિવફા નથી. આ જ કારણસર અનુકૃષ્ટિમાં પણ એની પ્રરૂપણા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org