________________
પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના
जय सव्वण्णुसासणं
કોઈ પ્રબળ પુણ્યના ઉદયે પ્રાપ્ત થયેલું જૈનશાસન સર્વજ્ઞ ભગવંતે સ્થાપેલું છે એ વાત, જૈન પરિવારમાં જન્મ મળ્યો હોવાથી વારંવાર સાંભળવા મળે અને એવી શ્રદ્ધા ઘડાય એ પ્રતીત છે. પણ આ તો બહારથી સાંભળી સાંભળીને ઘડાયેલી શ્રદ્ધા થઈ. ‘“નહીં, આ શાસન સર્વજ્ઞ સિવાય કોઈનું ન હોય શકે, એ સર્વજ્ઞનું જ છે, સર્વજ્ઞનું જ છે ને સર્વજ્ઞનું જ છે'' આવો આત્મામાંથી પોકાર ઊઠે... અંદરથી જ આવો અવાજ ધ્વનિત થવા માંડે... દિલમાં આવું સંવેદન થયા કરે... આવી શ્રદ્ધા કે જેને વૈદ્યસંવેદ્યપદ કહી શકાય... કઈ રીતે પેદા થઈ શકે ?
વિશાળ શ્રુતસાગરના એવા અનેક ગ્રન્થો છે જેના અધ્યયનાદિ વખતે સહજ રીતે જ દિલમાંથી આવો રણકાર ઊઠવા માંડે છે. આપણાં દર્શનશાસ્ત્રો, છેદગ્રંથો અને કર્મસાહિત્યમાં આ વિશેષતા વિશેષ કરીને અનુભવાય છે.
જેના અધ્યયનાદિથી આપણી બુદ્ધિ પણ તાર્કિક અને સૂક્ષ્મ બને છે એવાં ન્યાયશાસ્ત્રોનાં રચયિતા ખેરખાંઓ પણ વસ્તુસ્થિતિની પક્ષપાતશૂન્ય પ્રરૂપણામાં જ્યારે ડગલે ને પગલે સ્કૂલના પામે છે અને તેથી પછી કંઇક આડા અવળા ફાંફા મારે છે ત્યારે પૂર્વાપર વિરોધ વગેરે કોઈ દોષ ન આવે એ રીતે દરેક વસ્તુસ્થિતિની તર્કસંગત સંગતિ કરી આપનાર અનેકાન્તવાદ કે જે ઉપલકષ્ટએ સાવ વિરોધાભાસી જણાય છે તેમજ અન્ય બધા દર્શનકારો જેનો સોપહાસ વિરોધ કરતાં થાકતા નથી, તેની જરાય વિચલિત થયા વિના નિઃસન્ધિપણે પ્રરૂપણા કરવી એ માત્ર તર્ક કે કલ્પનાના આધાર પર શક્ય જ નથી, કિન્તુ સર્વ પદાર્થોના સાક્ષાત્કાર પર જ શક્ય છે એ સમજવું કિઠન નથી.
નાની નાની ગરબડનું પણ પ્રાયશ્ચિત્ત દેખાડવા દ્વારા ઉત્સર્ગમાર્ગનું અત્યંત કડક અને ઝીણવટભર્યું નિરૂપણ કરનાર છેદગ્રન્થો જ જ્યારે દેશ-કાલ-પુરુષાદિને અનુસરીને અપવાદ દર્શાવતા દર્શાવતા ત્યાં સુધીના અપવાદની પણ છૂટ આપી દે છે કે જેથી ઉત્સર્ગ અને અપવાદ સામસામે છેડે રહેલા પ્રતીત થયા વિના રહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org