________________
આજે અમારો શ્રી શાહૂપુરીનો સંઘ ધન્યતા અનુભવે છે. અમારા શ્રી સંઘ દ્વારા પ્રાચીન મહાન શ્રી કમ્મપયડી ગ્રંથના ગુજરાતી સંક્લન ભાગ-૧નું પ્રકાશન કરાવતા અમો અતિ આનંદ અનુભવીએ છીએ. અમારો શ્રી શાહૂપુરીનો સંધ એટલે એક નાનકડો સંધ. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા ગામોથી અનેક કુટુંબો વ્યવસાયાર્થે અત્રે સ્થાયી થયા. પરમકૃપાળુ પરમાત્મા શ્રી શાંતિનાથ દાદાની છત્રછાયા મળી. તેમની પરમકૃપાથી સંઘમાં સુમેળ-સંપ અને સુખશાંતિ જળવાઇ રહ્યા. અનેક મહાત્માઓનો યોગ સાંપડ્યો. પ્રભુભક્તિ અને ગુરુભક્તિના નિમિત્તો મળતા રહ્યા.
આ છેલ્લો દશકો શ્રી શાહૂપુરી સંઘ માટે ચિરસ્મરણીય બની રહ્યો. મહાત્માઓની કૃપા વરસતી રહી. પ. પૂ. આચાર્યદેવ શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા., પ. પૂ. આચાર્યદેવશ્રી જયઘોષસૂરીશ્વરજી મ. સા.નું ચાતુર્માસ, પ. પૂ. આચાર્યદેવશ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજી મ. સા., પ. પૂ. આચાર્યદેવશ્રી ધર્મજિતસૂરીશ્વરજી મ. સા., પ. પૂ. આચાર્યદેવશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ. સા. આદિની આચાર્ય પદવી, પ. પૂ. અચાર્યદેવશ્રી ધર્મજિતસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. આચાર્યદેવશ્રી જયશેખરસૂરીશ્વરજી મ. સા.ની સૂરિમંત્રની આરાધનાઓ, ૫. પૂ. આચાર્યદેવશ્રી ધર્મજિતસૂરીશ્વરજી મ. સા.નું સમાધિપૂર્વક સ્વર્ગારોહણ, અનેક નાની, મોટી તપશ્ચર્યાઓ, પૂજનો અને ધાર્મિક મહોત્સવોની શૃંખલા સર્જાતી ગઈ.
ગત સાલ ૫. પૂ. મુનિરાજ શ્રી અભયશેખરવિજયજી મહારાજ સાહેબ (હાલ આચાર્ય ભગવંતશ્રી)ના ચાતુર્માસનો લાભ મળ્યો. અને તેમના વાણીપ્રવાહથી સંઘના ઉત્સાહમાં વધારો થયો. તેમની પ્રેરણાથી જ આવા ઉત્તમોત્તમ ગ્રંથના પ્રકાશનનો લાભ અમારા શ્રી સંઘને પ્રાપ્ત થયો છે.
પ્રથમ આવૃત્તિનું
и
કા
શ
કી
ય
પૂ. ગુરુદેવના ઉપકારોનો બદલો અમો વાળી શકીએ તેમ નથી. તેમના ઋણમાંથી અમો મુક્ત થઈ શકીયે તેમ નથી. છતાં પરમ ઉપકારી એવા સાધુ-સાધ્વીના તેમજ અન્ય જિજ્ઞાસુઓના ઉપયોગ માટેના આવા અનુપમ ગ્રંથનું પ્રકાશન અમારા જ્ઞાનખાતામાંથી કરતા અમો સુખદ આનંદ અનુભવીએ છીએ. જે જે મહાત્માઓના હાથમાં આ ગ્રંથ આવશે, તેમના જ્ઞાનાભ્યાસથી અમારા શ્રી સંઘનું પુણ્ય વધશે. અને શાસનસેવાના, શાસન શોભાના અનેકગણા કાર્યો અમારા શ્રી સંઘ દ્વારા થવા પામશે. એ જ અભિલાષા સાથે. શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ શાહુપૂરી કોલ્હાપુર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org