________________
૨૮
બંધનકરણ
સ્થાન આવવાના બદલે સંખ્યાતભાગવૃદ્ધિવાળું (૨) સ્થાન આવે છે. અત્યાર સુધીના બધા સ્થાનો રીપીટ થાય એટલે ફરીથી બગડો આવે છે. આવા કંડક પ્રમાણ (૨) ગયા બાદ, ફરી એકવાર બધું રીપીટ થાય અને (૨) મૂકવાનો હોય ત્યાં એ (૨) સંખ્યાતભાગવૃદ્ધિવાળા સ્થાનના બદલે એક સંખ્યાતગુણવૃદ્ધિવાળું (૩) સ્થાન આવે છે. આ રીતે કંડકપ્રમાણ (૩) ગયા પછી ફરીથી એક (૩) મૂકવા સુધીની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે ત્યાં સંખ્યાતગુણવૃદ્ધિ (૩)ના સ્થાને એક અસં ગુણવૃદ્ધિ (૪)નું સ્થાન આવે છે. આ જ રીતે કંડકપ્રમાણ (૪) ગયા બાદ ફરીથી એનું સ્થાન આવે ત્યારે એના બદલે એક અનંતગુણવૃદ્ધિ (૫)નું સ્થાન આવે છે. આવા કંડક પ્રમાણ અનંતગુણવૃદ્ધિના સ્થાનો ગયા બાદ ફરીથી એકવાર અનંતગુણવૃદ્ધિનું સ્થાન આવે ત્યાં સુધીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે, પણ એ અનંતગુણવૃદ્ધિનું સ્થાન મૂકવામાં ન આવે તો.... પ્રારંભથી માંડીને અહીં સુધીના શરીરસ્થાનોનો સમૂહ એ એક ષસ્થાનક કહેવાય છે. આમ આ ષસ્થાનકના પ્રારંભનું અને અંતિમસ્થાન અનંતભાગવૃદ્ધિવાળું (0) હોય છે. ત્યારબાદ ફરીથી અનંતભાગ વૃદ્ધિવાળા (0) સ્થાનથી નવા ષસ્થાનકનો પ્રારંભ થાય છે. (દરેક ષસ્થાનકનું પ્રથમ સ્થાન વસ્તુતઃ અનંતભાગવૃદ્ધ હોતું નથી, પણ એવી પરિભાષા જાણવી.) આવા અસં લોકપ્રમાણ પત્થાનકો છે.
સ્થાપના - સર્વત્ર કંડક = અંગુલ,a = અસત્ કલ્પનાએ ૪ ૧. અહીં એ ખ્યાલ રાખવો કે કંડકપ્રમાણ (૧) ગયા પછી તૂર્ત જ (૨)નું સ્થાન નથી. પણ વળી
કંડકપ્રમાણ મીંડા ગયા પછી છે. તેથી કંડકપ્રમાણ એકડાએ બગડો અને કંડકપ્રમાણ મીંડાએ એકડો આવતો હોવા છતાં કંડક x કંડક જેટલા (કંડક) મીંડાએ એક બગડો નથી આવતો પણ કંડક x (કંડક+૧) જેટલા મીંડાએ એક બગડો આવે છે. આ જ કારણે કંડકપ્રમાણ બગડાએ એક ત્રગડો આવતો હોવા છતાં, એક ત્રગડો આવવા માટે કંડક x (કંડક+૧) પ્રમાણ એકડા અને કંડક x (કંડક+૧) પ્રમાણ મીંડા આવવા જોઈશે. આ જ રીત ચોગડા વગેરે માટે જાણવી.
આ પ્રરૂપણા આગળ રસબંધના નવમાં અધસ્તનદ્વારમાં ઉપયોગી બનશે. ૨. આ સ્થાપનાનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાથી ખબર પડે છે કે એક એકડા પૂર્વે જ શુન્ય છે. એક
બગડા પૂર્વે ૪ એકડા અને ૪ ૪ (૪+૧) = ૨૦ મીંડા છે. એક ત્રગડા પૂર્વે ૪ બગડા, ૪૪ (૪+૧) = ૨૦ બગડા, ૪ x (૪+૧) = ૧૦૦ એકડા અને ૪ ૪ (૪+૧) = ૫૦૦ મીંડા આવશે. એક પાંચડા પૂર્વે૪ ચોગડા, ૨૦ત્રગડા, ૧૦૦બગડા, ૫૦૦ એકડા અને ૨૫૦૦મીંડા. ૪ પાંચડા પછી પણ આ બધું એકવાર રીપીટ થવાનું છે. તેથી એક ષસ્થાનકમાં ૪ પાંચડા, ૨૦ ચોગડા, ૧૦૦ ત્રગડા, ૫૦૦ બગડા, ૨૫૦૦ એકડા અને ૧૨૫૦૦ મીંડા આવશે. તેથી જો કંડક = ૪ હોય તો એક ષસ્થાનકમાં કુલ ૧પ૬ર૪ સ્થાનો હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org