________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
સ્નેહ પ્રરૂપણા
પુદ્ગલોમાં ચાર પ્રકારે સ્નેહ પેદા થાય છે. (૧) વિસસા પરિણામથી થતો સ્વાભાવિક સ્નેહ.... આ સ્નેહના કારણે વિશ્વમાં રહેલાં પરમાણુઓ પરસ્પર જોડાઈ સ્કંધો બને છે. આ સ્નેહથી જે સ્પર્ધકની રચના થાય છે તે સ્નેહપ્રત્યયસ્પર્ધક કહેવાય છે. (૨) બંધનનામકર્મના ઉદયથી ઔદારિક વગેરે પાંચ શરીર પુદ્ગલોમાં પેદા થતો સ્નેહ. આના કારણે ગૃહ્યમાણ અને પૂર્વગૃહીત શરીરપુદ્ગલો વચ્ચે એકમેક જેવો સંબંધ થાય છે. આ સ્નેહથી રચાતા સ્પÁકો નામપ્રત્યયસ્પર્ધક કહેવાય છે. (૩) જીવના યોગના પ્રભાવે ઔદારિક વગેરે કંધોમાં પેદા થયેલ સ્નેહ. આના કારણે ગૃહ્યમાણ પુદ્ગલો આત્મપ્રદેશો સાથે એકમેક જેવા જોડાય છે. આ સ્નેહથી રચાતાં સ્પર્ધકોને પ્રયોગપ્રત્યયસ્પર્ધક કહે છે. (૪) કર્મબંધ વખતે જીવના કાષાયિક અધ્યવસાયથી કર્મદલિકોમાં પેદા થતો રસ. આના કારણે કર્મનો તીવ્ર-મંદ વિપાક અનુભવવો પડે છે. આનાથી થતાં સ્પર્ધકોની પ્રરૂપણા રસબંધ અધિકારમાં રસસ્પર્ધક તરીકે કરવામાં આવશે.
૧૯
(૧) સ્નેહ પ્રત્યય પદ્ધક પ્રરૂપણા
પરમાણુગત સ્નેહનો એવો અવિભાજ્ય અંશ કે જેના કેવલજ્ઞાનરૂપી છેદનકથી પણ છેદ-વિભાગ ન થઈ શકે તેને સ્નેહાવિભાગ કે સ્નેહાણુ કહે છે. આવા માત્ર એક સ્નેહાણુવાળા પરમાણુઓનો સમુદાય એ પ્રથમવર્ગણા, બે સ્નેહાણુવાળા પરમાણુઓનો સમુદાય એ બીજીવર્ગણા. એમ ઉત્તરોત્તર એકોત્તર વૃદ્ધિવાળી અનંતાનંત વર્ગણાઓ મળે છે. ચરમવર્ગણામાં સર્વજીવથી અનંતગુણ સ્નેહાણુઓ હોય છે. ત્યાં સુધીની બધી વર્ગણાઓ હંમેશા નિરંતર મળે છે, કોઈ જ અંતર છે નહીં, માટે આનું એક જ સ્પર્ધ્વક છે.
+
અનંતરોપનિધા→ શરૂઆતની અનંતી વર્ગણાઓ એવી છે કે જેમાં પોતપોતાની પૂર્વવર્ગણા કરતાં અસંભાગહીન પુદ્ગલો હોય છે. ત્યારબાદની અનંતી વર્ગણાઓમાં સ્વસ્વપૂર્વ કરતાં સંખ્યાતભાગહીન પુદ્ગલો હોય છે. ત્યારબાદની અનંતી વર્ગણાઓમાં સ્વસ્વપૂર્વ કરતાં સંખ્યાતગુણહીન પુદ્ગલો હોય છે. ત્યારબાદની અનંતી વર્ગણાઓમાં સ્વસ્વપૂર્વ કરતાં અસં૰ગુણહીન પુદ્ગલો હોય છે. ત્યારબાદની અનંતી વર્ગણાઓમાં સ્વસ્વપૂર્વ કરતાં અનંત ગુણહીન પુદ્ગલો હોય છે. એટલે કે પ્રથમ વર્ગણામાં સૌથી વધારે અને ચરમ વર્ગણામાં સૌથી ઓછા પુદ્ગલો હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org