________________
૧૭૮
પરિશિષ્ટ : ૧
જો કે વિપાકોદય ન હોય એ કાળે પણ એના દેશઘાતીરસની ઉદયમાં આવવાની યોગ્યતા તો હોય જ છે. તેમજ પૂર્વ કહી ગયા મુજબ પરિણામની શુદ્ધિઅશુદ્ધિથી એના ક્ષયોપશમમાં ઉદયાનુવિદ્ધ લયોપ૦વાળી પ્રકૃતિની જેમ તીવ્રતા-મંદતા થાય છે, માટે વાસ્તવિક રીતે તો આ પ્રકૃતિઓ ઉદયાનુવિદ્ધક્ષયોપશમવાળી જ જાણવી. શુદ્ધ લયોપશમપણે તો માત્ર વ્યવહારપૂરતું જ જાણવું. વળી આદ્ય ૧૨ કષાયોમાટે રસોદય ન હોવો માત્ર પ્રદેશોદય હોવો એ ક્ષયોપ૦ છે. તેમ છતાં પ્રથમ ગુણઠાણે ક્રોધોદયકાળે માનાદિનો માત્ર પ્રદેશોદય હોવા છતાં રસોદયની પણ યોગ્યતા હોવાથી ક્ષયપ૦ નથી કહેવાતો પણ ઔદયિકભાવ જ કહેવાય છે. એટલે કે રસોદયની જેમ રસોદયની યોગ્યતા પણ “ઉદય' તરીકે જ લેખાય છે. તેમ પ્રસ્તુતમાં પણ દેશઘાતી રસોદયની યોગ્યતા એક પ્રકારનો ઉદય જ કહેવાય છે અને તેથી આ ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ જ છે. માટે આ વિકલ્પ ઉદયાનુવિદ્ધક્ષયપ૦ નામનો પાંચમો ભેદ વ્યવહાર પૂરતો જ જાણવો. વસ્તુતઃ એનો ઉદયાનુવિદ્ધક્ષયોપમાં જ અંતર્ભાવ છે. એ જ રીતે નિત્યક્ષયપ૦ એવો જે બીજો ભેદ દર્શાવ્યો છે તે પણ ઉદયાનુવિદ્ધ જ હોવાથી આમાં જ અંતભૂત થઈ શકે છે. અને પહેલો ભેદ તો અક્ષયોપ૦નો છે. એટલે વસ્તુતઃ તો ક્ષયપ૦ના ઉદયાનુવિદ્ધ અને શુદ્ધ એમ બે જ ભેદ જાણવા.
૯નો કષાયોનો ક્ષયોપ૦ ૫ થી ૯ ગુણઠાણે, સંજવ૦ ૩નો ૬ થી ૯ ગુણઠાણે અને સંજ્વલોભનો ૬ થી ૧૦ ગુણઠાણે હોય છે. ૯ નોકષાય અને ૪ સંવના ક્ષયોપથ્થી અનુક્રમે દેશવિરતિ અને સર્વવિરતિ ગુણ પ્રકટ થાય છે. કેટલાક આચાર્યો અમે ગુણઠાણે પણ સંજવ૦ ૪નો ક્ષયોપ૦ માને છે.
પમે ગુણઠાણે દેશવિરતિના જે અસંખ્યસ્થાનો અને છટ્ટે સંયમના જે અંસખ્ય સંયમસ્થાનો મળે છે તે આ ૯ નોકષાય અને ૪ સંવના ઉદયાનુવિદ્ધ ક્ષયોપ૦ અંતર્ગત રસોદયના જે અસંખ્યભેદો પડે છે તેના કારણે જાણવા.
કેટલાકની માન્યતા એવી છે કે ૧લે અને ૪થે વિશુદ્ધયમાન અવસ્થામાં (સમ્યકત્વ અને વિરતિ પ્રાપ્ત થવાની અવસ્થામાં) ૯ નોકષાયોનો ફક્ત દેશઘાતી રસોદય હોય છે, અને તેથી ઉદયાનુવિદ્ધ ક્ષયોપ૦ હોય છે. કર્મપ્રકૃતિ અને પંચસંગ્રહમાં પાંચમાં ગુણઠાણથી ૯ નોકષાયોનો પ્રારંભિક અનંતમાં કે અસંખ્યાતમાં ભાગના સ્પર્ધ્વકો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org