________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
૧૭૭
તેવી પ્રકૃતિઓને દેશઘાતી કહે છે. જો કે સમ્યકત્વ મોહનીય દેશઘાતી હોવા છતાં એના સર્વઘાતી સ્પદ્ધકો હોતા નથી એટલો અપવાદ જાણવો.
આ ૪ નો જ્યારે સર્વઘાતીરસ (૧OOO0 થી વધુ) ઉદયમાં હોય ત્યારે લયોપશમ હોતો નથી. જ્યારે દેશઘાતીરસ (૧૦000થી ઓછો) જ ઉદયમાં હોય ત્યારે ઉદયાનુવિદ્ધક્ષયપ૦ હોય છે. આ પ્રકૃતિઓ સત્તાવિચ્છેદ પયંત ધ્રુવોદયી હોવાથી ક્યારેય એનો શુદ્ધાયોપશમ હોતો નથી.
સમ્યકત્વમોહનીયનો માત્ર દેશઘાતી રસ જ હોય છે. સર્વઘાતી નહીં. તેમ છતાં, દેશઘાતીરસના ઉદયકાળે ઔદયિકભાવ નથી કહેવાતો પણ ઉદયાનુવિદ્ધક્ષયોપશમ કહેવાય છે, કેમકે સર્વઘાતીરસવાળી મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય અટકાવેલો હોવાથી સમ્યક્ત નામનો આત્મગુણ પ્રકટ થયો હોય છે. સમ્ય મોહનીયનો ઉદયપ્રાપ્ત દેશઘાતીરસ જેટલો મંદ થાય એટલી સમ્યકત્વની નિર્મળતા થાય છે અને અધ્યવસાયોની અશુદ્ધિના કારણે ઉદય પ્રાપ્ત રસ જેટલો વધે એટલી સમ્યકત્વની મલિનતા થાય છે અને અતિચાર લાગે છે. એના કરતાં પણ અધ્યવસાયની મલિનતા ઉત્તરોત્તર વધતી જાય તો મિશ્ર કે મિથ્યાત્વમોહનીયનો ઉદય થવાતી સમ્યકત્વગુણ નાશ પામે છે.
અવધિજ્ઞાનાવરણ વગેરેના ક્ષયોપશમથી અનુક્રમે અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, ચક્ષુદર્શન, અવધિદર્શન અને ક્ષાયોપથમિક સમ્યકત્વ નામના ગુણો પ્રકટ થાય છે. ૫. વિકલ્પ ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ -
૯ નોકષાય + ૪ સંજવ૦ – બે યુગલમાંથી વારાફરતે ૧ યુગલનો, ૩ વેદમાંથી વારાફરતો ૧ વેદનો અને સંજવક્રોધાદિમાંથી વારાફરતે ૧ કષાયનો ઉદય હોય છે. તેમજ ભય અને જુગુપ્સાનો ક્યારેક ઉદય હોય છે ક્યારેક નથી હોતો. (જ્યારે ન હોય ત્યારે પ્રદેશોદય હોય છે.) આમ આ ૧૩ અધ્રુવોદયી છે. તેથી ક્ષયોપશમ અવસ્થામાં જ્યારે આમાંની જે પ્રકૃતિઓનો દેશઘાતી વિપાકોદય હોય એ પ્રકૃતિઓનો ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ કહેવાય છે, શેષ પ્રકૃતિઓનો શુદ્ધ ક્ષયોપશમ કહી શકાય છે. પરાવર્તન થઈને જ્યારે બીજી પ્રકૃતિઓનો ઉદય થાય છે ત્યારે એ ઉદયાનુવિદ્ધક્ષયોપ૦વાળી બને છે અને શેષ શુદ્ધક્ષયોપ૦ વાળી જેવી બને છે. તેથી વિકલ્પ ઉદયાનુવિદ્ધ ક્ષયોપટ વાળી કહી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org