________________
ઉર્જાના-અપવર્તનાકરણ
દલિકોની ઉર્જાના થઈ શકતી નથી. (કારણ કે એ દલિકો માટે પતદ્રહભૂત નિષેકો છે નહીં). જે કર્મલતાઓ અબાધાથી ઉપર ગયેલી છે એના ઉદયાવલિકાની બહાર રહેલા નિષેકોમાંથી દલિકોની ઉર્જાના થાય છે અને તે જ કર્મલતાના અબાધાની ઉપર રહેલા નિષેકોમાં એનો નિક્ષેપ થાય છે.
૧૩૮
અતિસ્થાપના— તે તે નિષેકમાંથી ઉપડેલું દલિક સ્વઅનંતર નિષેકમાં પડતું નથી, કિન્તુ કેટલાક નિષેકોને છોડીને પછીના નિષેકમાં પડે છે. આ ઓળંગાઈ જતાં નિષેકો અતિસ્થાપના કહેવાય છે. (ક્યારેક વર્જ્યસ્થિતિની પણ અતિસ્થાપના રૂપે વિવક્ષા જોવા મળે છે. જે સ્થિતિઓમાં નિક્ષેપ ન થતો હોય તે વર્જ્યસ્થિતિ.)
ઉદયાવલિકાની ઉપરના સમયનું દલિક અબાધાની ઉપરના નિષેકમાં પડે છે. તેથી એ દલિકોએ (સ્વનિષેક રૂપ સમય + ઉદયાવલિકા) આટલા સમયોથી ન્યૂન અબાધા જેટલા નિષેકો ઓળંગ્યા. તેથી સમયાધિક આવલિકા ન્યૂન અબાધા એ ઉત્કૃષ્ટ અતિસ્થાપના છે.
વર્તમાન સમય
ઉદયાવલિકા—
ઉર્ણમાન નિષેક
બધા
Jain Education International
નિક્ષેપ
અતિસ્થાપના = અબાધા-ઉદચા૦-૧
ગ્રન્થકારે દોડ્ અવાહા અËવળા ૩' જે કહ્યું છે તેનો અર્થ ‘અબાધાકાળ જેટલા નિષેકો ઉલ્લંઘાય છે’ એવો ન કરતાં ‘અબાધાકાળ સુધીના નિષેકો ઉલ્લંઘાય છે’ એવો કરવો. ટીપ્પણકાર પૂ. આ. શ્રી મુનિચન્દ્રસૂરિ મહારાજે આનો એવો ખુલાસો કર્યો છે કે આમાં ન્યૂન કરાતી સમયાધિક આવલિકા પણ વિદ્યમાન તો છે જ, માટે યસ્થિતિની જેમ એહીં એનો પણ સમાવેશ કરી અબાધાપ્રમાણ અતિસ્થાપના કહી છે. (અથવા ‘અતિસ્થાપના એટલે વર્જ્યસ્થિતિ’એ વિવક્ષાથી પણ આ અતિસ્થાપના ઘટી શકે છે. કષાયપ્રાકૃતચૂર્ણિમાં સમયાધિક આવલિકા ન્યૂન અબાધા જેટલી ઉત્કૃષ્ટ અતિસ્થાપના કહેલી જ છે.)
For Private & Personal Use Only
www.jainelibrary.org