________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
૧૧ ૧
જિનનામના ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામી..... નામકર્મની વધુમાં વધુ સત્તાગતસ્થિતિવાળો જિનનામબંધક જીવ પ્રથમબંધે નામની તે વધુ સ્થિતિ જિનમાં સંક્રમાવી જિનનામની સંક્રમોત્કૃષ્ટસ્થિતિવાળો બને છે. પછી સંક્રમાવલિકાબાદ પ્રથમ સંક્રમે ઉત્કૃષ્ટસ્થિતિસંક્રમ મળે.'
આહા૦૭-નામકર્મની વધુમાં વધુ સત્તાગત સ્થિતિવાળો જીવ આહાના પ્રથમબંધે તે સ્થિતિ સંક્રમાવી સંક્રમાવલિકા બાદ ઉત્કૃસ્થિતિ સંક્રમ કરે.
દેવાયું... ઉત્કૃષ્ટસ્થિતિબંધક જીવ (સંયમી) બંધાવલિકા બાદ
આ સિવાયની પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામી તરીકે તે તે પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિબંધક જીવો (પ્રાયઃ સંજ્ઞી પંચેમિથ્યાત્વી મળે.) (૪) જઘન્ય સ્થિતિસંક્રમ અને તેના સ્વામી
સામાન્યથી ૧૪મે જેનો ઉદય ન હોય તેવી ઉદયવતી પ્રકૃતિઓની (એટલે કે જેઓનો ઉદયવિચ્છેદ અને સત્તાવિચ્છેદ એક સાથે થાય છે તેવી પ્રકૃતિઓની) સત્તામાં સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે એક સમયપ્રમાણસ્થિતિનો છેલ્લો જે સંક્રમ થાય તે જઘ સ્થિતિ સંક્રમ હોય છે. (ત્યારબાદ, શેષ રહેતી આવલિકા કે એથીય ન્યૂન સમયો ઉદયાવલિકા પ્રવિષ્ટ થઈ જતા હોવાથી સંક્રમ થઈ શકતો નથી). (સ્ત્રી-નપુ. વેદે શ્રેણિ માંડનારને એ બે ઉદયવતી હોવા છતાં જઘસ્થિતિ સંક્રમ ૧ સમય હોતો નથી તે જાણવું). અનુદયવતી પ્રવૃતિઓની ક્ષય થતાં થતાં જે સ્થિતિ શેષ રહે તેનો જે છેલ્લો સંક્રમ થાય છે તે જઘસ્થિતિ સંક્રમ હોય છે. * જ્ઞાના. ૧૪ - (૫ જ્ઞાના, ૫ અંતરાય, ૪દર્શના૦) ૧૨ માની સમયાધિક
આવલિકા શેષે. * આયુ૪ - તે તે આયુ ભોગવતાં ભોગવતાં સમયાધિક આવલિકા રહે ત્યારે. * સંવ લોભ - ક્ષેપકને ૧૦માની સમયાધિક આવલિકા શેષે. * સભ્ય મોહ - ક્ષાયિક સમ્યો પામતી વખતે કતકરણ થયા બાદ કોઈપણ ગતિમાં
સભ્ય ખપાવતાં ખપાવતાં સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે.
૧, ૪થા વગેરે ગુણઠાણે ઉત્તરોત્તર સમયે નામકર્મની સ્થિતિગત સત્તા ઓછી ઓછી થતી જાય
છે, કારણ કે બંધથી વધુ સત્તા થતી નથી અને નીચેથી એક-એક સમય ભોગવાઈને કપાતો જાય છે. તેથી જિનનામના બંધકોમાં મિથ્યાત્વાભિમુખ જીવ વધુ સ્થિતિબંધ કરતો હોવા છતાં એ વખતે સંક્રમથી ઓછી સ્થિતિમાં આવવાથી સંક્રમોત્કૃષ્ટ સ્થિતિ મળતી નથી. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ પ્રથમબંધ બાદ આવલિકાએ જ મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org