________________
ક્રિયા અંગે ક્રિયમાણે કૃતિ એ વ્યવહારનયને માન્ય છે; “અહં' શબ્દનો વાચ્યાર્થ માત્ર શરીર કે માત્ર આત્મા નથી, પણ શરીરનુવિદ્ધ આત્મા છે; નય પ્રધાનતયા ઇતરાંશપ્રતિક્ષેપી છે, અપ્રધાનતયા ઇતરાંશઅપ્રતિક્ષેપી છે; પૂર્વ-પૂર્વનયની ઉત્તરોત્તર નયને શિખામણ; વગેરે વગેરે અનેક વાતો આ ગ્રન્થમાં જાણવા મળશે જેને પૂર્વાપર અનુસંધાનપૂર્વક ચિન્તન-મનન કરવાની ખાસ વિનંતી છે.
આ ગ્રન્થમાં જે કાંઈ સારું છે તે દેવાધિદેવ શ્રી વર્ધમાનસ્વામીનો અચિન્ત અનુગ્રહ છે. તથા, પૂજ્યપાદ ગુરુદેવોની અમોઘ કૃપા છે.
સિદ્ધાન્ત મહોદધિ સુવિશાળગચ્છસર્જક સ્વ. પૂ.આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા., ન્યાયવિશારદ ભાવાચાર્ય સ્વ. ગુરુદેવ પૂ.આ. શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.; સિદ્ધાન્તદિવાકર ગચ્છાધિપતિ પ.પૂ.આ. શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા., અધ્યાત્મરસિક કર્મસાહિત્યમર્મવિદ્ સ્વ. પૂ.આ. શ્રી વિજય ધર્મજિતુસૂરીશ્વરજી મ.સા., શ્રીસૂરિમ7ના પરમસાધક દક્ષિણમહારાષ્ટ્રપ્રભાવક સ્વ. પૂ.આચાર્ય શ્રીમદ્ વિજય જયશેખરસૂરીશ્વરજી મ.સા. આ સુવિહિત ગુરુપરંપરાની મહતી કૃપા અને સહવર્તી શિષ્યવૃન્દના સેવા-સહકાર વિના આવા ગ્રન્થસર્જનની શક્યતા વિચારી પણ શે શકાય?
પંન્યાસ શ્રી અજિતશેખરવિજયજી ગણિવર (હાલ-આચાર્ય) તથા મુનિરાજ શ્રી ઉદયવલ્લભવિજયજી ગણિવરે આ ગ્રન્થનું સૂક્ષ્મતાપૂર્વક સંશોધન કરીને એની ઉપાદેયતામાં વૃદ્ધિ કરી છે. ધન્યવાદ.
તેમ છતાં, શ્રી સર્વજ્ઞપ્રભુના ત્રિકાળઅબાધિત પરમપવિત્ર અભિપ્રાયોથી વિપરીત જો કાંઈપણ નિરૂપણ આ ગ્રન્થમાં થયું હોય તો હું એનું હાર્દિક મિચ્છામિ દુક્કડ દઉં છું... સંવિગ્ન બહુશ્રુત ગીતાર્થો એ અંગે મારું ધ્યાન દોરે એવી પ્રાર્થના કરું છું.
શ્રી જૈનશાસનના નય અંગેના અદ્ભત રહસ્યોનો સરળ બોધ મેળવવા માટે આ ગ્રન્થનો સહારો લઈ અધિકારી જિજ્ઞાસુ વર્ગ મારા શ્રમને સફળ કરે એવી નમ્ર વિનંતી સાથે. વિ.સં. ૨૦૬૫, ચૈત્ર સુદ-૪
ગુરુપાદપારેણુ- અભયશેખર (સ્વ. પૂ.બા મહારાજ સાધ્વી શ્રી ચન્દ્રરત્નાશ્રીજી મ.ની પ્રથમસ્વર્ગારોહણતિથિ) કાવતીર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org