________________
प्रतिपन्थिभ्योऽशेभ्य एकांशग्राहिबोधस्यैव नयत्वम्
नन्वनन्तधर्मात्मकस्य वस्तुन एकांशग्राहिणो बोधस्य नयत्वानपायादेतस्य रूपादिग्राहिणो रसाद्यप्रतिक्षेपिणोऽपायस्यापि नयत्वमक्षतमेव । ततश्च तस्यापि लक्ष्यतया का तत्रातिव्याप्तिरिति चेत् ? न, एकांशग्राहिणः सर्वस्य बोधस्य नयत्वमेवेति नियमाभावात् । ननु कस्तर्हि तत्र नियमः ? 'मिथः प्रतिपन्थिनो येऽशास्तेभ्य एकस्यांशस्य ग्राहको यो बोधः स नयः' इति गृहाण । ननु ग्रन्थेषु सामान्यतयैवांशानामुल्लेखो दृश्यते, न तु मिथः प्रतिपन्थित्वेन विशेषरूपेण, તથR -
एगेण वत्थुणोऽणेगधम्मुणो जमवधारणेणेव । नयणं धम्मेण तओ होइ नओ सत्तहा सो य ॥२१८० ॥ त्ति विशेषावश्यकभाष्ये । तद्वत्तावपि-अनेकधर्मणः = अनन्तधर्मात्मकस्य वस्तुनो यदेकेन नित्यत्वादिनाऽनित्यत्वादिना वा धर्मेणावधारणेनैव = सावधारणं नयनं = प्ररूपणं तकः = असौ नयो भवति । अनंतधर्मात्मकं वस्त्वेकांशेनैव नयति = प्ररूपयतीति नयः । इत्याद्युक्तमिति चेत् ? सत्यं, तथापि व्याख्यानतो विशषप्रतिपत्तिरिति न्यायेन मिथः प्रतिपन्थिनोंऽशा एव तत्र ग्राह्याः, अन्यथा केवलज्ञानादृते नैकस्यापि ज्ञानस्य प्रामाण्यं
શંકા - અનંતધર્માત્મક વસ્તુના એકાંશનો ગ્રાહક જે બોધ હોય તે નયરૂપ જ હોય છે. એટલે તમે જણાવેલ રૂપાદિગ્રાહક-રસાદિઅપ્રતિક્ષેપી એવો અપાય એ પણ નયે'રૂપ હોવાથી “લક્ષ્ય'ભૂત જ છે. પછી એમાં અતિવ્યાપ્તિ શી ?
સમાધાન - તમારી શંકા યોગ્ય નથી, કારણ કે “એકાંશનો ગ્રાહક જે કોઈ હોય તે બધો બોધ નયરૂપ જ હોય એવો નિયમ નથી.
પ્રશ્ન - તો પછી નિયમ શું છે ?
ઉત્તર - ‘વસ્તુના, પરસ્પર પ્રતિપન્થી = વિરોધી જે અંશો હોય તે અંશોમાંથી એક અંશનો ગ્રાહક જે બોધ તે નય' આવો નિયમ જાણવો.
શંકા - ગ્રન્થોમાં તો ખાલી અંશનો જ ઉલ્લેખ જોવા મળે છે, પરસ્પર પ્રતિપન્થી અંશો” એમ વિશેષરૂપે ઉલ્લેખ કાંઈ જોવા મળતો નથી. જેમકે વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે કે – “અનેક ધર્માત્મક વસ્તુનો જે એક ધર્મથી સાવધારણ બોધ તે નય છે, અને એ નય સાત પ્રકારે છે” એની વૃત્તિમાં પણ કહ્યું છે કે - “અનંતધર્માત્મક વસ્તુનો જે એક નિત્યતાદિ કે અનિત્યતાદિ ધર્મથી સાવધારણ નિરૂપણ એ નય છે. અનંત ધર્માત્મક વસ્તુને એક અંશથી જ જે નિરૂપે છે તે નય છે.”
સમાધાન - તમારી વાત સાચી છે. ઉલ્લેખ તો સામાન્યથી અંશનો જ જોવા મળે છે. છતાં વ્યાખ્યાનો વિશેષ પ્રતિપત્તિ:. (વ્યાખ્યા કરવાથી વિશેષ અર્થ પ્રાપ્ત થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org