________________
नयविंशिका - १४
शिवकादारभ्य कपालपर्यन्तं स ध्रौव्यांशमेव गृहीत्वा तासु सर्वास्ववस्थासु 'अयं घटः ' 'अयं घटः' इति जानाति तथापि तत्पूर्वं तत्पश्चाच्च यतोऽयं मृत्पिण्डादिकं घटतया न जानाति, अतोऽर्थापत्त्योत्पादव्ययांशमपि स्वीकरोत्येव । इयमेव च तस्यादिनैगमापेक्षयाऽशुद्धिः । तस्मात् केवलं ध्रौव्यांशं गृह्णतोऽत एव नमस्कारमनुत्पन्नं वदत आदिनैगमस्य सर्वविशुद्धत्वमुक्तं, तदपेक्षया नमस्कारमुत्पन्नं वदतो द्वितीयस्य नैगमस्याशुद्धत्वमुक्तम् ।
१८६
इत्थञ्च द्वितीयनैगमविषयस्य घटस्यादिष्टद्रव्यतया द्रव्यपर्यायोभयात्मकत्वेन वस्तुत्वमेवेति तस्य चतुर्णामपि निक्षेपाणां सम्भवः | आदिनैगमविषयस्य घटस्य तु द्रव्यमात्ररूपत्वेन वस्त्वंशतया द्रव्यनिक्षेपासम्भवेऽपि न क्षतिः । वस्तुतस्तु तत्र नैकस्यापि निक्षेपस्य सम्भवः, वस्तुन एव निक्षेपसम्भवात् । एतदर्थं विलोकनीया निक्षेपविंशिका । तथैव परसङ्ग्रहविषयस्य सतोऽपि वस्त्वंशतया वस्तुतो नैकस्यापि निक्षेपस्य सम्भव इति ध्येयम् ।
એવો તે સાદિસાન્ત છે. એટલે દેશસંગ્રાહીનૈગમનો વિષય ઘટ આદિષ્ટદ્રવ્ય જ છે, માટે એનું કારણ સંભવવાથી દ્રવ્યનિક્ષેપ પણ સંભવે જ છે.
શંકા - છતાં, એ પણ નૈગમનય જ હોવાથી ધ્રૌવ્યાંશને જ ગ્રહણ કરનારો છે
ને !
સમાધાન
હા, શિવકાદિથી કપાલ સુધીના ધ્રૌવ્યાંશનું જ ગ્રહણ કરીને એ તે સર્વ અવસ્થાઓમાં ‘આ ઘડો' ‘આ ઘડો' એમ બોધ કરે છે. છતાં તેની પૂર્વે અને પછીની સ્મૃÑિડાદિ અવસ્થાઓને એ ઘડા તરીકે જાણતો નથી, એટલે અર્થાપત્તિથી ઉત્પાદ-વ્યયાંશને પણ એ સ્વીકારે જ છે (એટલે તો નમસ્કારને ઉત્પન્ન માનનારો છે). આ જ એની આદિનૈગમની અપેક્ષાએ અશુદ્ધિ છે. એટલે કેવળ ધ્રૌવ્યાંશને ગ્રહણ કરનાર અને એટલે જ નમસ્કારને અનુત્પન્ન કહેનાર આદિનૈગમને સર્વવિશુદ્ધ કહેલ છે અને એની અપેક્ષાએ, નમસ્કારને ઉત્પન્ન કહેનાર દ્વિતીયનૈગમને અશુદ્ધ કહેલ છે.
આમ, દ્વિતીયનૈગમનો વિષય ઘડો આદિદ્રવ્ય હોવાથી દ્રવ્ય-પર્યાયઉભયાત્મક હોવાના કારણે ‘વસ્તુ' જ છે ને તેથી એના ચારે નિક્ષેપાઓ સંભવે છે. આદિ નૈગમનો વિષય ઘડો તો માત્ર (શુદ્ધ)દ્રવ્યરૂપ હોવાથી ‘વસ્તુઅંશ' હોવાના કારણે એનો દ્રવ્યનિક્ષેપ ન સંભવે તો પણ કોઈ દોષ નથી. વસ્તુતઃ તો એના એક પણ નિક્ષેપનો સંભવ નથી, કારણ કે વસ્તુના જ નિક્ષેપ હોય છે. આની સ્પષ્ટતા માટે પણ નિક્ષેપવિંશિકા જ જોવી. એ જ રીતે પરસંગ્રહનયના વિષયભૂત ‘સત્’નો પણ વસ્તુતઃ એક પણ નિક્ષેપ સંભવતો નથી, કારણ કે એ પણ વસ્તુઅંશ છે, આ વાત ધ્યાનમાં રાખવી.
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org