________________
प्रतिपक्षनयदृष्टेर्मिश्रणामिश्रणापेक्षयाऽशुद्धिशुद्धी
१०७ नैगमादीनां नयानां मिथः शुद्ध्यशुद्धिविचारणायां 'यः सूक्ष्मार्थः स शुद्धः, इतरस्त्वशुद्धः' इति परिभाषाऽऽदरणीयेति सूचितं नयोपदेशे, परन्तु यदैकस्यैव नैगमादेर्नयस्यावान्तरप्रकारा विचार्यन्ते तदा 'यत्र प्रतिपक्षनयदृष्टेरंशतोऽप्यमिश्रणं स शुद्धः प्रकारः, यत्र तन्मिश्रणं सोऽशुद्धः, यथा यथा च मिश्रणं वर्धते तथा तथाऽशुद्धत्वमपि वर्धते' इति परिभाषाया आदरणीयत्वमुक्तमत्रेति न किञ्चिदनुपपन्नम् । __ . न च स्वमनीषिकाशिल्पनिर्मितेयं परिभाषेत्याशङ्कनीयं, महोपाध्यायैर्गुर्जरभाषानिबद्धस्य 'द्रव्य-गुण-पर्यायनो रास' इतिग्रन्थस्य द्वितीयस्या ढालिकायाश्चतुर्थाया गाथायाः स्तबके 'शुद्धसंग्रहनयनइं मतई तो सदद्वैतवादई एक ज द्रव्य आवई' इति कथयद्भिरेतस्याः परिभाषायाः सूचितत्वात्, विशेषलक्षणस्य प्रतिपक्षनयविषयस्यांशतोऽप्यग्राहकतयैवात्र शुद्धत्वस्य संग्रहे कथितस्योपपद्यमानत्वात् । तथा देवसेनाचार्यप्रदर्शितानां द्रव्यार्थिकदशप्रकाराणामनेकान्तव्यवस्थाप्रकरण एवं प्रकार उल्लेखो दृश्यते-तत्र द्रव्यार्थिको दशधा, आद्यः कर्मोपाधिनिरपेक्षः
હોય ત્યારે જે સૂક્ષ્મર્થક હોય તે શુદ્ધ અને તદન્ય અશુદ્ધ આવી પરિભાષા રાખવી - એવું નયોપદેશગ્રન્થમાં સૂચવ્યું છે. પરંતુ જ્યારે નૈગમ વગેરે કોઈપણ એક જ નયના અવાંતર ભેદોની પરસ્પર શુદ્ધિ-અશુદ્ધિ વિચારવાની હોય ત્યારે “જે ભેદમાં પ્રતિપક્ષનયદષ્ટિનું અંશતઃ પણ મિશ્રણ ન હોય તે શુદ્ધ મેદ, અને જેમાં તેનું મિશ્રણ હોય તે અશુદ્ધ, એમાં પણ જેમ જેમ મિશ્રણ વધતું જાય તેમ તેમ અશુદ્ધિ પણ વધતી જાય” આવી પરિભાષા આદરવી - એવું અહીં = અનુયોગદ્વારસૂત્ર-વૃત્તિમાં સૂચવ્યું છે, એટલે કોઈ અસંગતિ નથી.
તમે જણાવેલી આ પરિભાષા માત્ર તમારી પોતાની બુદ્ધિનો વિલાસ છે' આવી શંકા ન કરવી, કારણ કે મહોપાધ્યાય શ્રીયશોવિજય મહારાજે પોતાના ગુજરાતી દ્રવ્યગુણ-પર્યાયનો રાસ' ગ્રન્થની બીજી ઢાળની ચોથી ગાથાના ટબામાં “શુદ્ધ સંગ્રહનયને મતે તો સદદ્વૈતવાદે એક જ દ્રવ્ય આવે” એવું કહેવા દ્વારા આ પરિભાષાને સૂચિત કરી છે, કારણ કે અહીં સંગ્રહનયને શુદ્ધ જે કહેલ છે તેની સંગતિ, પ્રતિપક્ષનયના વિષયભૂત વિશેષની લેશમાત્ર પણ ગ્રાહકતા નથી એના કારણે જ શક્ય બને છે.
તથા દિગંબર શ્રી દેવસેનાચાર્ય દ્રવ્યાર્થિકનયના જે ૧૦ પ્રકારો દર્શાવેલા છે તેનો અનેકાન્ત વ્યવસ્થાપ્રકરણમાં આ રીતે ઉલ્લેખ મળે છે - તેમાં દ્રવ્યાર્થિક દશ પ્રકારે છે. પ્રથમ કર્મોપાધિનિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક, જેમકે “સંસારી જીવ પણ સિદ્ધાત્મા જેવો શુદ્ધાત્મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org