________________
४२२
अनेन विधिना वस्त्रे लब्धे तद्वसतावागतैर्गुरो: समर्पणीयं । ततोऽसौ यस्य तन्नास्ति तस्मै प्रयच्छति । तथा परिभोगकालेऽतिप्रमाणं वस्त्रं छिन्दानैर्मूलभागान्न छेत्तव्यममङ्गलत्वादिति याचनावस्त्रविधिः ।
गृहस्थेन निमन्त्रणाकृते साधोर्विधिः
निमन्त्रणावस्त्रविधिश्चायं- यथा भिक्षार्थं साधुसङ्घाटकः कश्चिद्गृहे प्रविष्टः सन् न केनचित्प्रमादादिना, (किंतु) दातृविशेषेण महाभक्त्या भक्तादिना प्रतिलभ्य, वस्त्रे निमन्त्रितः ततस्तेन प्रष्टव्यं આ ઉપરોક્ત અંજનાદિની વાતો જો દેવતાભાગમાં હોય તો ઉત્તમલાભને કરનારા છે, મનુષ્યભાગમાં હોય તો મધ્યમ ગણાય છે = ન લાભ કે ન નુકશાનને કરનારા હોય છે. અસુરભાગમાં હોય તો બિમારી આવે અને રાક્ષસભાગમાં હોય તો મોત થાય તેમ જાણવું.
આ વિધિ પ્રમાણે વસ્ત્ર મળ્યાબાદ તેને વસતિમાં લાવીને સાધુઓ ગુરુને સમર્પણ કરે. જેને આ વસ્ત્રની જરૂર હોય તેને ગુરુ એ વસ્ર આપે. તથા, તે વસ્રને વાપરતી વખતે જો અતિપ્રમાણવાળું હોય તો સાધુઓએ તેને ફાડતી વખતે મૂળભાગથી ન ફાડવું. કારણ કે એમ કરવાથી અમંગળ થાય છે. વિશેષકરીને જ્યારે આચાર્ય સપ્રયોજન ગ્રામાન્તર ગયા હોય ત્યારે આ પ્રમાણે ‘વસ્ત્ર-યાચના'ની વિધિ બતાવી.
કપડાના ૯ ભાગોનું ચિત્રમયદર્શન.
दे
आ
रा
मा
आ
दे
[મૂળભાગથી ન ફાડે એનો અર્થ આ કે ઉપરના કે આ કે ભાગ ન ફાડે કારણ કે એ મૂળભાગ કહેવાય છે. પરન્તુ કે મા કે કે આ રા
ફાડે. રૂતિ પૂખ્ય નવયોષસૂરવઃ ]
હવે ‘નિમન્ત્રા’ = શ્રાવક સામેથી વસ્ત્રનો લાભ આપવા વિનંતિ કરે ત્યારે સાધુ માટે કરણીય તે વસ્ત્રની વિધિ કહે છે.
मा
Jain Education International
• ગૃહસ્થ વડે વસ્ત્રની વિનંતિ કરાય ત્યારે સાધુને કરવાની વિધિ છ સાધુ સંઘાટક ભિક્ષામાટે કો'ક ઘરે પ્રવેશ કરે. એ ઘરનો શ્રાવક, પ્રમાદથી નહિ સામાન્યથી વિનંતિ કરે. અથવા ભૂલમાં વિનંતિ કરી બેસે. ઈત્યાદિ રૂપ પ્રમાદસર નહિ. પણ વિશિષ્ટ મહાભક્તિથી ભક્તાદિ વહોરાવ્યાબાદ વસ્રમાટે નિમન્ત્રણ કરે. અહીં ભાવાર્થ આ જાણવો કે ખરેખર તો ગોચરી વહોરવા સાધુ નીકળ્યા છે. પરન્તુ કપડું વહોરવા નહિ, પણ દાતા સામાન્યથી કપડાની વિનંતિ પ્રમાદાદિથી કરે તો એ તરફ લક્ષ ન આપવું. પણ મહાભક્તિથી ગોચરી-પાણી વહોરાવ્યાબાદ વસ્ત્રનો લાભ આપવા આગ્રહપૂર્વક વિનંતિ કરે ત્યારે સાધુએ એને પ્રશ્ન કરવો કે ‘આ કોનું છે ?', ‘આ પૂર્વે શું હતું ?’ વગેરે. અથવા ‘આ શેના ઉપયોગમાં આવવાનું છે ?' ‘આ ક્યાં હતું ?', ‘કયા કારણસર આ મને આપી રહ્યા છો ?' વગેરે. આ પ્રશ્નોના જવાબ ઉપરથી શુદ્ધ કે અશુદ્ધ વગેરેનો વિચાર કરીને વસ્ત્ર વહોરવું કે વર્જવું. જો આવા પ્રશ્નો ન પૂછે તો પૂર્વે કહી ગયા પ્રમાણેના જિનાજ્ઞાભંગ વગેરે દોષો લાગે છે.
નીચેના વેઢે ભાગને
આ કે તે મા તે ભાગથી
For Private & Personal Use Only
-
www.jainelibrary.org