SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ३५० तीए तस्स दिन्नो । तेण लोभवसा भणियं, पुणो वि देहि, तीए मुद्धत्तणेण पुणो वि सो दिन्नो । एवं मुग्गकरंबाइयं दिन्नं जाव सव्वं कंजियं ति। आगया भद्दिया भोयणट्ठमुवविठ्ठा य भणिया य तीए सुया। जहा पुत्ते ! ओयणं देहि ?। तीए भणियं से सव्वो साहुस्स दिन्नो। भद्दियाए भणियं सुटुं कयं मुग्गं आणेहि, तीए वुत्तं तेवि सव्वे साहुणो दिन्ना । एवं जाव सव्वं कंजियं दिन्नं । भद्दियाए भणियं कीस सव्वं दिन्नं ? तीए दाणवुत्तंतो कहिओ तउ भदिया अभदिया जाया। साहुस्स उवरि पउट्ठा। आगया आयरियस्स समीवं भणियमणाए जहा एसो तुम्ह सीसो अईवलोहिओ लूहिऊण, अण्णाइयं सव्वं मज्झगेहाओ आगओ। ता हिं धाडिदायगो एसो इच्चाइ, लोगो मिलिओ उड्डाओ जाओ। लुंटागा एए हवंति त्ति लोए वाओ जाओ। तउ आयरिएहिं तीए कोवोवसमणत्थं पेच्छंतीए चेव उवगरणं उड्डालिउण सकोवं सो साहू भणिओ, जहा जो तुमं एवंविहाऽनीईकारओ तेण अम्हाणं न किंचि कज्जं, नीहरह त्ति, तर तीए उवसंतो कोवो। पच्छत्तावाऊरियहिययाए भणिया सूरिणो भयवं ! एयमवराहं मम खमह । ते खमाविऊण गया सा सगिर्हति । બાલિકા એજ પ્રમાણે પહેલાં ઓદન અને પછી મગ, “રંગ' = કરબો વગેરે આપતી ગઈ. તે ત્યાં સુધી કે મગ વગેરે બધુંજ ખાલી થઈ ગયું. સાધુ ગયા. ભદ્રિકા ઘરે આવી. ભોજન માટે બેસીને બાલિકાને કહ્યું “હે પુત્રી ! ઓદન આપ.” બાલિકાએ કહ્યું “એ તો બધા સાધુને આપી દીધા.' ભદ્રિકાએ કહ્યું સારું કર્યું. તો હવે મગ લાવ.” “એ પણ બધા સાધુને આપી દીધા.' આ રીતે ભદ્રિકા જે જે દ્રવ્ય લાવવાનું કહ્યું તે બધુંજ સાધુને આપ્યું છે અને હવે બધુંજ ખાલી થઈ ગયું છે કાંઈજ છે નહિ” એમ બાલિકાએ કહ્યું. ભદ્રિકાએ કહ્યું “કેમ બધું આપી દીધું ?” ત્યારે બાલિકાએ દાન વખતે મુનિએ ફરી ફરી માંગવાની બધી વાતો કહી. આ સાંભળ્યું એટલે હવે ભદ્રિકા એ અભદ્રિકા બની ગઈ. સાધુ પર રોષે ભરાઈ. આચાર્યશ્રી પાસે આવીને મોટેથી બોલવા માંડી “આ તમારા અત્યંતલોભી શિષ્ય મારા ઘરથી અન્ન વગેરે બધું જ લૂંટીને આવેલા છે. તો શું એ ધાડપાડું છે ?' વગેરે. આજુ બાજુથી બધા લોકો ભેગા થઈ ગયા. પ્રવચનહીલના થઈ. “આ બધાં લૂંટારા હોય છે.” એમ લોકોમાં અપવાદ થયો. ત્યારબાદ તેનો ક્રોધ શાંત પાડવા તેના જોતા જ આચાર્યભગવંતે પેલા મુનિના ઉપકરણોને ખેંચી લઈ ક્રોધથી કહ્યું “જો તું આવી અનીતિ કરનારો છે તો અમારે કાંઈ તારું કામ નથી. જા, નીકળી જા અહીંથી.” આ જોયું એટલે તેનો ક્રોધ શાંત થયો. પાછળથી પશ્ચાત્તાપ ભરેલ હૃદયથી તે ભદ્રિકાએ આચાર્યશ્રીને કહ્યું ‘ભગવાન્ ! મારો આ અપરાધ ક્ષમા કરો.” આમ આચાર્યશ્રીને ખમાવીને ભદ્રિકા પોતાના ઘરે ગઈ. અપવાદ :- બાળ પણ જો દક્ષ = હોંશિયાર હોય અને માતાની ગેરહાજરીમાં થોડું આપે તો તે ગ્રાહ્ય છે. તે વખતે “શું તારી માતાએ તને આ આપવા કહ્યું છે ?” ઈત્યાદિ પ્રશ્ન પૂછ્યા વિના તેના હાથે ગ્રાહ્ય છે. કારણ કે થોડું આપી રહ્યો હોવાથી ઉપરોક્ત દોષનો અભાવ હોય છે. પણ જો થોડોદાનમાં પણ એની માતા રોષે ભરાય વગેરે દોષનો સંભવ જણાતો હોય ત્યારે પૃચ્છા કરવી. એટલે કે “તારી માતાએ તને આપવાનું કહ્યું છે ?' ઇત્યાદિ પ્રશ્નો પૂછવા. જો, માતાની ગેરહાજરીમાં બાળ પ્રચુરદાન આપતો હોય ત્યારે તો ખાસ-અવશ્ય પૃચ્છા કરવી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy