________________
।। श्री विमलाचल-परमेष्ठिने नमः ।। ॐ ह्रीं श्रीं अर्ह श्री शंखेश्वरपार्श्वनाथाय नमः || ।। अनंतलब्धिनिधानाय श्रीगौतमस्वामिने नमः 11
।। सुगृहीतनामधेय श्री दान- प्रेम-भुवनभानु-गुणानंद - जयघोषसूरि-सद्गुरुभ्यो नमः 11 श्रीमज्जिनवल्लभगणिप्रणीता श्रीमच्चंद्रसूरिविवृता
श्री पिंडविशुद्धिः
व्याख्याकार (टीकाकार) कृतमङ्गलम् ।। ૐ નમો વીતરાય ||
नम्रानेकसुरासुराधिपशिरोमालार्च्चितांह्रिद्वयं । लोकालोकविलोकिकेवलवशाज्जातार्थसन्निर्न(र्ण)यम् । सच्चारित्रनिर्देशकं, जितरिपुं स्वर्गापवर्गप्रदं । दुष्टारिष्टविघातकं जिनपतिं वीरं प्रणम्यादरात् । ।१ ।। श्रीमत्पार्श्वजिनेन्द्रं च विघ्नव्रातविघातिनम् । निःशेषकुमतध्वान्त-विध्वंसनदिवाकरम् ।।२ ।। शेषापि नमस्कृत्य जिनान् विगतकल्मषान् । श्रीगौतमादिसूरींश्च, भारतीं स्वगुरूंस्तथा । । ३ । । शास्त्रान्तरदर्शनतो, वक्ष्येऽहं पिण्डशुद्धिशास्त्रस्य । स्वपरकृते स्पष्टार्थी, वृत्तिं जिनवल्लभकृतस्य । ॥४॥ उपोद्घात — इह हि सर्व्वेणापि संसारिणा सत्त्वेनातिदुर्लभजिनधर्म्मान्वितं मनुष्यादिसामग्री
१
* ગુજરાતી ભાષાંતર - શુળનન્દ્રીય વાર્ત્તિ”
♦ વ્યાખ્યાકાર (ટીકાકાર)નું મંગળ ♦
શ્લોકાર્થ :- નમેલા અનેક સુરેન્દ્ર અને અસુરેન્દ્રના મસ્તક પર ધારણ કરેલ માળાઓથી જેમના બે ચરણો પૂજાયા છે, લોક-અલોકને પ્રકાશિત કરનાર કેવલજ્ઞાનની પ્રાપ્તિથી જેમને પદાર્થોનો સાચો નિર્ણય પ્રાપ્ત થયો છે. સચ્ચારિત્રના નિર્દેશક, આન્તરશત્રુને જેમણે જીત્યા છે. સ્વર્ગ અને મોક્ષને પ્રકૃષ્ટ રૂપથી આપનાર તથા દુષ્ટ અપમંગળના નાશક એવા જિનપતિ પ્રભુવીરને બહુમાનપૂર્વક પ્રણામ કરીને, હું “પિંડવિશુદ્ધિ” ગ્રંથની વ્યાખ્યાને કહીશ.' (આ પ્રમાણે આગળના ચોથા શ્લોક સાથે સંબંધ જોડવો.) ૧||
વિઘ્ન-સમૂહનો નાશ કરનાર, સંપૂર્ણ કુમત રૂપી અન્ધકારને નાશ કરવામાં સૂર્ય સમાન એવા શ્રીમદ્ પાર્શ્વ જિનેન્દ્રને પ્રણામ કરીને, (હું પિંડવિશુદ્ધિ ગ્રંથની વ્યાખ્યાને કહીશ.) ||૨||
શેષ પાપમલવિનાના બાવીસ જિનેશ્વરોને પણ નમસ્કાર કરીને તેમજ, શ્રીગૌતમસ્વામી આદિ સૂરીશ્વરોને તથા સરસ્વતી અને સ્વગુરુને નમસ્કાર કરીને, (હું પિંડવિશુદ્ધિ ગ્રંથની વ્યાખ્યાને કહીશ.)ગા
પિંડનિર્યુક્તિ આદિ અન્ય શાસ્ત્રોના સંદર્ભોને બતાવવા દ્વારા સ્વ-પરના ઉપકાર માટે શ્રીજિનવલ્લભ સૂરિજી વડે રચિત પિણ્ડવિશુદ્ધિશાસ્ત્રની સ્પષ્ટઅર્થવાળી વ્યાખ્યાને = ટીકાને હું = ‘ચન્દ્રસૂરિ’ કહીશ.।।૪।
ઉપોદ્ઘાત :- અતિદુર્લભ એવી મનુષ્યભવ વગેરે સામગ્રીને પામીને તીર્થંકરોએ આચરેલ પરોપકારમાં સર્વ સંસારી જીવોએ પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે તીર્થંકર પરમાત્મા સંસારસાગરથી પાર પામ્યા હોવા છતાં પણ પરોપકારમાં પ્રયત્ન કરે છે. જીવોને ઉપદેશનું દાન આપવા જેવો અન્ય કોઈ શ્રેષ્ઠ પરોપકાર નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org