________________
२९३
पुणो पुणो पडतो जज्जरियंगो जाओ। तहाविहं च दटुं पुन्निममहूसवागएण सूरिणा सो पुट्ठो किमेरिसो दीससित्ति । तेणावि सव्वो वइयरो सिट्ठो। तउ सब्भावं गोवंतेण सूरिणा भणियं सोहणं तए सव्वं विन्नायं । नवरं न एत्थ एको सेयभिक्खुदरिसणयोगो मिलिउ त्ति तं सोऊण चित्ते चमक्किओ तज्जोयजाणणत्थं तेण सूरी भणिओ। धाउव्वायसिद्धिं तुमं ममाउ गिण्हसु नियजोगं च कहसु त्ति । तउ जाणिस्सामो त्ति भणिऊण सूरी चलिओ सट्ठाणसंमुहं । सूरियागमणस्स चरिमदिवसो कोमुईलक्खणो एसो त्ति कलिऊणं अणुवयणत्थं सूरिस्स सो वंदओ सूरिणा समं चलिओ। अहं ढंकपुरस्स बाहिं पच्चंतमिट्टवायं दट्टण सूरिणा तस्सुवरि चुन्नो खित्तो। तउ सूरिणा भणिओ वंदओ बीयदिणे तए एस जोएयव्वो त्ति । एवं भणिऊणं तं तट्ठाणाउ नियत्तिय गओ सट्ठाणं सूरी, निहालिओ गंतूण तेण बीयदिणे जाव सव्वं तं सुवण्णमयं पासइ ।
म सूरिं प्रतिष्ठाननगरराजाशालिवाहणनिमन्त्रणं, नगरप्रवेशावसरे बृहस्पतिपंडितकृतसूरिपरीक्षा # __इउय अत्थि गोलानईतीरुपरिट्ठियं सयलपुरगुणट्ठाणं पइट्टानं नाम नयरं । तत्थ य बलबुद्धिजुत्तो सालिवाहणो नाम राया सो य वसीकयासेसरायवग्गो सत्थकव्वाइजुज्जए य पयं विउसाणं । जउ भणियं । વચન સૂરિજીએ કહ્યું “તેં હોંશિયારીથી સારી રીતે બધું જાણી લીધું. પરન્તુ અહીં માત્ર એક ધોળા ભિક્ષુના દર્શનનો યોગ ન મેળવ્યો. (આ વાક્ય દ્વિઅર્થક છે.) એક અર્થ શ્વેતભિક્ષુ એટલે સફેદ ચોખાનું ધોવાણ, બીજો અર્થ શ્વેતકપડાધારી ભિક્ષુ = જૈન શ્વેતાંબરમૂર્તિપૂજકસાધુના દર્શન = સમ્યગૂ દર્શનનો યોગ ન મેળવી શક્યો. એટલે કે હોશિયારીથી ૧૦૭ દ્રવ્યો ઓળખવામાં કુશળતા પ્રાપ્ત કરી પરન્તુ ખરું જે પ્રભુશાસનનું સમ્યગદર્શન મેળવવાનું છે એ ન મેળવ્યું ! તે સાંભળીને ચિત્તમા ચમકીને “તે ધોળાભિક્ષુનો યોગ શું છે ?” એ જાણવા માટે નાગાર્જુને સૂરિજીને કહ્યું, “મને ધાતુવાદ સિદ્ધ છે. તે આપ મારી પાસેથી ગ્રહણ કરો અને પોતાનો યોગ = ૧૦૮ મું દ્રવ્ય = સંપૂર્ણ ઉડવાનો યોગ મને કહો”, “સારું, જોઈશું” એમ કહીને સૂરિજી પોતાના સ્થાને જવા નીકળી ગયા. “કૌમુદીપર્વમાં સૂરિજીના આગમનનો આ છેલ્લો દિવસ છે” એમ જાણીને સૂરિજીને ૧૦૮ મું દ્રવ્ય કહી દેવા માટે મનાવવા સૂરિજીની સાથે જ તે વંદક ચાલ્યો. ઢંકપુરનગરની બહાર અત્યંત નજીકના ભાગમાં ઈંટનો નિભાડો જોઈને સૂરિજીએ તે નિભાડા પર ચૂર્ણ નાંખ્યું અને વંદકને કહ્યું કે “બીજે દિવસે તમારે આ નિભાડાને જોઈ લેવો.” આમ કહીને વંદકને ત્યાંથી પાછો વાળીને સૂરિજી પોતાના સ્થાને ગયા. બીજે દિવસે વંદકે ત્યાં જઈને જોયું તો તે આખો નિભાડો સુવર્ણમય બની ગયો હતો. અર્થાત્ સૂરિજીએ આ દ્વારા જણાવી દીધું કે ‘તારા ધાતુવાદની મને કાંઈ જરૂર નથી.એ તો મને સિદ્ધ જ છે.”
• સૂરિજીને પ્રતિષ્ઠાનનગરના રાજા શાલિવાહનનું નિમત્રણ,
નગરપ્રવેશઅવસરે બૃહસ્પતિ પંડિતે કરેલ સૂરિજીની પરીક્ષા , ગોલા નદીના કાંઠા ઉપર રહેલું, સઘળા નગરોના ગુણોનું સ્થાનભૂત એવું પ્રતિષ્ઠાન નામનું નગર હતું. ત્યાં બળ-બુદ્ધિથી યુક્ત શાલિવાહન નામે રાજા હતો. અશેષરાજાઓના સમૂહને વશકરનાર તે રાજા, વિદ્વાનજનોમાટે શાસ્ત્ર-કાવ્ય વગેરેના યુદ્ધના સ્થાનભૂત હતો = તે રાજાના દરબારમાં સતત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org