SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ २३१ प्रकटदूतीत्वकरणे दृष्टांतः ॥ एगमि गामे उज्जुओ नाम कोडुबिओ, तस्स य देवई नाम दुहिया। सा य- तग्गामवासिणा एगेण कोडुंबियेण परिणीया। तीये कालंतरे एगो पुत्तो दुहिया य जाया। सा धूया पच्चासन्नगोउलगामवासिणा एगेण कोडुंबियपुत्तेण परिणीया। एत्थन्तरे उज्जुयभज्जा पंचत्तमुवगया। तओ उज्जुओ संसारभयभीओ धम्मघोसाणं थेराणं सगासे पव्वइओ। विहरमाणो तत्थेव गामे नियहिआए देवईए वसहीए सपरिवारनियगुरुसहिओ ठिओ। तम्मि पत्थावे ताणं दोण्हवि गामाणं परोप्परं वेरं आसि सेज्जायरिनिवासिगामेण एयस्सुवरि च्छन्ना धाडी सज्जिया । सो य उज्जुयसाहू गोउलगामे भिक्खटुं चलिओ। देवईए दुहियानेहेण भणिओ। जहा जणय तुमं गोउलगामे वच्चिहिसि । तत्थ मे दुहियाए णियदोहित्तियाए कहेज्जसु, जहा तुह जणणीए कहावीयं, जम्हा अम्ह गामो तुज्झ गामस्सुवरि पहाए छन्नाए धाडीए आगमिस्सइ त्ति । तुमं घरवक्खरं ठवेज्जसु त्ति। तेण तहेव कयं । तीए नियभत्तुणो, तेण य गामस्स कहियं । गामो सन्नद्धबद्धकवओ, जुज्झसज्जो जाओ। इयरो य पभाए आगओ। महाजुझं जायं। तत्थ देवईए भत्ता पुत्तो य धाडीए सहागया। जामाओउ • પ્રગટ દૂતીત્વકરણમાં દૃષ્ટાંત પ્રગટસંદેશાને આશ્રયીને વિશેષથી દોષોનો સંભવ પ્રસ્તુત કથાનકદ્વારા કહેવાય છે. એક ગામમાં ઋજુક નામે એક કૌટુંબિક હતો. તેની દેવકી નામની પુત્રી હતી. તેના લગ્ન તે જ ગામના એક કૌટુંબિક સાથે થયા. સમય થતાં તેને એક પુત્ર અને એક પુત્રી થઈ. આ પુત્રીને બાજુના જ ગોકુલગામવાસી એક કૌટુંબિકપુત્ર સાથે પરણાવી. આ બાજુ ઋજુકની પત્ની મરણ પામી. સંસારના ભયથી ભયપામેલ ઋજુકે પૂ. ધર્મઘોષ સ્થવિર પાસે દીક્ષા લીધી. દક્ષાબાદ વિહાર કરતા, તે જ ગામમાં પોતાની પુત્રી દેવકીની વસતિમાં પોતાના ગુરુ અને સકલપરિવાર સાથે રહ્યા. આ વેળાએ બન્ને ગામોની વચ્ચે અર્થાત્ જે ગામમાં પોતે ઉતર્યા છે એ ગામ અને બાજુનું ગોકુલગામ કે જ્યાં પિતા મુનિની દોહિત્રી = પુત્રીની પુત્રી પરણાવેલી હતી, આ બે ગામોને પરસ્પર વેરભાવ હતો. બાજુના ગોકુલગામ પર આ ગામે ધાડ પાડવાની તૈયારી કરી હતી. હવે આ બાજુ ઋજુક સાધુ ભિક્ષા માટે ગોકુલગામમાં જવા તૈયાર થયા. દેવકીએ પુત્રીના સ્નેહથી પિતામુનિને કહ્યું “હે પિતાજી ! તમો ગોકુલ ગામ જઈ રહ્યા છો. ત્યાં મારી પુત્રીને = તમારી દોહિત્રીને કહેજો કે તારી માતાએ કહેવરાવ્યું છે કે “અમારું ગામ તમારા ગામ પર આવતીકાલે પ્રભાતે ધાડ પાડવા ગુણરીતે આવશે. માટે તું તારા ઘરનું બારણું બંધ રાખજે.” પિતામુનિએ એજ પ્રમાણે સંદેશો આપી દીધો. મુનિની દોહિત્રીએ પોતાના પતિને વાત કરી અને પતિએ આખા ગામમાં વાત ફેલાવી. આખું ગામ હથિયારઆદિથી યુક્ત કવચ પહેરીને યુદ્ધમાટે સજ્જ થઈ ગયું. પ્રભાતે પેલા ગામવાળા આવી ચઢ્યા. બન્ને વચ્ચે મહાયુદ્ધ થયું .તે યુદ્ધમાં દેવકીનો પતિ અને પુત્ર બન્ને ધાડપાડુઓની ભેગા આવેલા. આ બાજુ જમાઈ = પિતામુનિની પુત્રીની પુત્રીનો વર ગોકુલગામના પક્ષે લડવામાં હતો. યુદ્ધમાં ત્રણેય મર્યા. ધાડ પાડવા આવેલ ધાડપાડુઓ પાછા વળી ગયા. દેવકી પોતાના જમાઈ-પતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy