SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ १८० ऊर्ध्वमालापहृतेऽहिदशन-दृष्टांतः ॥ जयपुरं नाम पुरं आसी। तत्थ य जक्खदिन्नो नाम गिहवई । तस्स य वसुमई नाम भारिया। अन्नया य भिक्खायरियाए हिंडंतो गुणरयणनिही एगो साहू तेसिं गिहे पविट्ठो। जक्खदिन्नेण वसुमईए सयासाउ तस्स भिक्खा दवाविया । सोय उच्चसिक्कगठियघडगमज्झनिहित्तं न गिहिस्सामित्ति ताऊ घराउ निग्गओ। तीए चेव वेलाए तत्थेव भिक्खठाणे एगो तच्चणिओ आगओ जक्खदिन्नेण पुट्ठो जहा भो भो किमणेण भिक्खा न गहिया। तेण मच्छरित्तेण भणियं जहा अदिन्नदाणा एए वराया तुम्हारिसाणं ईसराणं गिहेसु निद्धं महुरं भोयणं दइवाउ सयासाउ भुंजिउं न लहन्ति किन्तु दालिद्दियगिहेसु अंतपंता चेव भिक्खा लद्धा इमेहिं खाइयव्व त्ति। किं च सत्थयारेण एएसिं गलउ चेव न मोडिउत्ति । तओ गिहवइणो असंबद्धपलावी एसोत्ति किमणेण संलत्तेण त्ति चिन्तिऊण तस्स લઈને આપે એમાં સર્પદંશ વગેરે દોષો થઈ શકે છે. અર્થાત્ એ શીંકાવગેરેમાં કોક સાપ વગેરે ભરાઈ ગયો હોય અને જોયા વિના એમાંથી આહારાદિ લેવા જતા સાપવગેરે દંશ આપે. • ઉર્ધમાલાપહતમાં સર્પદંશનું દૃષ્ટાંત છે સર્પદંશ અંગે વાર્તા આ પ્રમાણે છે. જયપુર નામનું એક નગર હતું. ત્યાં લક્ષદિન્ન નામનો ગૃહપતિ રહેતો હતો. એની વસુમતી નામની પત્ની હતી. એકવાર ગોચરીમાં ફરતાં ફરતાં ગુણરત્નની ખાણ સમા એક સાધુએ તેમના ઘરમાં પ્રવેશ કર્યો. યક્ષદિ વસુમતિને ભિક્ષા આપવાનું કહ્યું. વસુમતી ઉપર શીકામાં રહેલ ઘડામાંથી આહારાદિ લેવા ગઈ. એટલે સાધુએ “આવું હું ગ્રહણ કરીશ નહિ, આવું અમને કહ્યું નહિ” એમ વિચારી ઘરથી નીકળી ગયા. તે જ સમયે એજ ઘરમાં ભિક્ષા માટે એક સચ્ચણિક = બૌદ્ધભિક્ષુ આવ્યા. ક્ષત્રેિ એમને પૂછ્યું કે “અરે, આ મુનિએ ભિક્ષા કેમ ગ્રહણ ન કરી ?”. ભિક્ષુએ માત્સર્યથી કહ્યું કે “આ બિચારા અદિન્નદાના છે = પૂર્વભવમાં દાન નહિ આપનારા છે. માટે તમારા જેવા વૈભવી ઘરોમાંથી મળતી સ્નિગ્ધ = ઘીથી લથપથ અને મધુર = મીઠાઈવગેરે ગોચરી દુર્ભાગ્યના લીધે વાપરી શકતા નથી. પરંતુ દરિદ્ર ઘરોમાંથી મળતી અંત-પ્રાંત = ઘી-ગોળવિનાની લૂખી-સૂકી ગોચરી જ ખાવી પડે છે. વળી, એમના શાસ્ત્રકારોએ એમનું ગળું મરોડવાનું જ બાકી રાખ્યું છે. એટલે કે, સ્નિગ્ધ ન ખવાય. ઉણોદરી પૂર્વક જ ખવાય, છઠ-અટ્ટમ કરવાના, આવું બધુ લખીને આ સાધુઓને હવે માત્ર મોતના ઘાટે ઉતારવાવાના જ બાકી રાખ્યા છે.” ગૃહપતિએ ભિક્ષુની વાતો સાંભળી વિચાર્યું કે “આ તો અસંબદ્ધ પ્રલાપી છે = એલફેલ બોલનાર છે. એમની સાથે વધુ બોલવાથી શું ફાયદો ? એમનાથી સર્યું.” એમ સમજીને. ભિક્ષુને ગોચરી આપવા પત્નીને કહ્યું. વસુમતીએ “શીંક પર રહેલ ઘડામાંથી જ લાડુ લઉં એમ વિચારી પગની પાની પર ઉભી રહીને ઘડામાં હાથ નાંખો. હવે બન્યું એવું કે લાડુઓની સુગંધથી ખેંચાયેલો સાપ રાતે એ ઘડામાં પેઠો હતો. એ સાપે એના હાથે ડંસ આપ્યો. “અરે, હું હંસાઈ” એમ વસુમતીએ પોક મૂકી. યદિ તરત જ ગમે તેમ ગારૂડિકદ્વારા એને બચાવી લીધી. બીજા કોક દિવસે તે જ સાધુ મહારાજ ભિક્ષા માટે ફરતા ફરતા આ જ ઘરે આવ્યા. યક્ષદિલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy