________________
પ્રારંભમાં મૂળગ્રન્થ દશવૈકાલિકનાં પંચમ અધ્યયન ‘પિચ્છેષણા'ના “પિણ્ડ’ શબ્દનું નિક્ષેપાદિથી વિસ્તારથી વર્ણન. ત્યારબાદ “એષણા' શબ્દના વિસ્તૃત વર્ણનમાં એષણાના ત્રણ પ્રકારો દર્શાવવામાં આવ્યા છે. (૧) ગવેષણા, (૨) ગ્રહણેષણા, (૩) ગ્રામૈષણા.
ગવેષણામાં ગૃહસ્થ દ્વારા ઉદ્ભવતાં આધાકર્મી, ઔદેશિકાદિ ઉદ્ગમ સંબંધી ૧૬ દોષોનું અને સાધુ દ્વારા ઉત્પન્ન થતાં ધાત્રી, દૂતી આદિ ઉત્પાદનાસંબંધી ૧૬ દોષોનું બોધક દષ્ટાંતો દ્વારા વિસ્તૃત નિરુપણ છે.
ગ્રહરૈષણામાં સાધુ અને ગૃહસ્થ બન્નેથી ઉત્પન્ન થતા શંકિત, પ્રષિતાદિ ૧૦ દોષોનું હૃદયંગમ દૃષ્ટાંતો દ્વારા વિસ્તૃત વર્ણન છે.
પ્રારૈષણામાં સંયોજનાદિ પાંચદોષોનું વિસ્તૃત વર્ણન છે.
૪૨ દોષરહિત ભિક્ષા પ્રાપ્ત કર્યા પછી ઉપભોગ સમયે શ્રમણે ઉપરોક્ત પાંચ દોષોનો પરિહાર કરવાનો હોય છે.
આ તો છે ઉલ્લેખમાત્ર. રહસ્યોરૂપી અણમોલ રત્નો તો પરિશીલનાત્મક અધ્યયન દ્વારા આ ગ્રન્થસાગરમાં ડૂબકી મારવાથી જ પ્રાપ્ત થઈ શકે ને ! આ જ વાતને ચરિતાર્થ કરતી એક ગુજરાતી કહેવતનો એક અંશ : “માંહે પડયા તે મહાસુખ માણે”. જો નિપુણદષ્ટિ હોય તો આ ગ્રન્થમાં પગલેપગલે સૂક્ષ્માતિસૂક્ષ્મ સંયમ-ચર્યાનું અવલોકન થશે. ગૃહસ્થ ભોજન માટે ઉદ્યમ કરે તેમાં હોય છે પ્રાયઃ સ્વાદની પરિશોધ. શ્રમણ ભિક્ષા માટે ઉદ્યમ કરે તેમાં હોય છે મુખ્યતયા સંયમની પરપીડાપરિહારની પરિશોધ. માટે જ શ્રમણને મધુકર (ભ્રમર)ની ઉપમા આપવામાં આવી છે. ભિક્ષાચર્યા સંબંધી દોષોને સૂક્ષ્મક્ષિકાથી નિહાળીએ તો તેમાં કેન્દ્રમાં પરપીડાપરિહાર-કરૂણાનો ભાવ જ દૃષ્ટિગોચર થશે. શ્રમણના જીવન-વૃત્તિ માટેના ઉદ્યમમાં ક્યાંય પાપનો છાંટો જોવા નહિ મળે, ક્યાંય કોઈના ઉપર ભાર નહિ. ક્યાંય કોઈને અંશમાત્ર પીડા નહિ. જ્યારે ગૃહસ્થનો જીવન-વૃત્તિ માટેનો ઉદ્યમ ચિત્ર-વિચિત્ર પાપાચરણોથી ખરડાયેલો છે, તેમાં કોઈ શંકા નથી.
કેવી સુંદર આ વ્યવસ્થા ! કેવી મસ્ત આ નિર્દોષ જીવન-વૃત્તિ !
માટે જ આ વિશુદ્ધ ભિક્ષા-ચર્યાના દર્શક સર્વજ્ઞ ભગવંતો અને પાલક શ્રમણ ભગવંતો પ્રત્યે અંતરમાં અહોભાવ પ્રગટ્યા વિના ન રહે. આ જગતનો સામાન્ય નિયમ છે કે “અસંભવિત પણ સંભવિત બને ત્યારે સહજ વિસ્મયભાવ પ્રગટે છે, ક્વચિત્ અહોભાવ પણ પ્રગટે છે. શ્રુતકેવલી શ્રી શય્યભવસૂરિજીએ દશવૈકાલિક ગ્રન્થમાં આવાં જ વિસ્મયભાવ પૂર્વકના અહોભાવના ઉદ્ગાર વ્યક્ત કર્યા છે,
"अहो जिणेहिं असावज्जा वित्ती साहूण देसिया ।"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org